Saturday, December 7, 2024
Homeરાષ્ટ્રીયસાવધાન ! વોટસએપ પર આવી રહ્યા છે નકલી લગ્નના કાર્ડ

સાવધાન ! વોટસએપ પર આવી રહ્યા છે નકલી લગ્નના કાર્ડ

સાયબર ઠગ ખોલી રહયા છે ગુપ્ત રીતે બેંકના ખાતા

- Advertisement -

ટેકનોલોજીનો ઉપયોગ વધતા સાયબર ફ્રોડના કેસો પણ વધી રહ્યા છે. હાલ જુદા જુદા ઘણાં પ્રકારે સાયબર ઠગો લોકોના ખાતા લુંટી રહ્યા છે. ત્યારે સાવધાન! સાબયર ઠગોએ એક નવો પ્રકાર શોધી કાઢયો છે. જેમાં એથીકે ફાઇલનું નામ બદલીને લગ્નની સીઝનમાં લગ્નના કાર્ડ મોકલી રહ્યા છે. આ એક નવો પ્રકાર છે. તમારા ખાતાને લૂંટવાનો તો ચેતી જજો. જેના દ્વારા બીકાનેરના એક વ્યક્તિને તે 4.50 લાખની છેતરપિંડી થઈ છે.

- Advertisement -

આજના ડીજીટલ યુગમાં હવે લગ્નની કંકોત્રી અને આમંત્રણ પણ વોટસઅપ પર મળવા લાગ્યા છે ત્યારે સાયબર ઠગો એ લગ્નના કાર્ડને પણ છોડયા નથી. સાયબર ઠગો હવે વોટસએપ દ્વારા વેડીંગ ઈન્વીટેશન કાર્ડના નામે એપીકે ફાઇલો મોકલી રહ્યા છે. જેના પછી બેંક ખાતા ખાલી થઈ રહ્યા છે. સાયબર ફ્રોડ એકસપર્ટનું કહેવું છે કે લોકો એપીકે ફાઈલને જાણતા અજાણતા ખોલે છે. ત્યારબાદ તે ડીવાઈસમાં ઓટો ઈન્સ્ટો થઈ ય છે. ત્યારબાદ ફોનના ઓટીપી, પીનના મેસેજ હેકર્સ પાસે જાય છે અને ઓટીપી, પીન મળતા જ ખાતા ખાલી થઈ જાય છે.

બિકાનેરમાં સાયબર પોલીસ સ્ટેશન ખાતે આવો જ કેસ નોંધાયો છે. જેમાં કૈલાશે વોટસએપ મેસેજ પર લગ્નના કાર્ડની ફાઇલ મળી હતી. ખોલતા ખબર પડી કે તે કોઇને ઓળખતો જ નથી. પછી વિચાર્યુ કે કોઇએ ભુલથી મોકલી દીધું હશે. અને ચાર દિવસ પછી તેના ખાતામાંથી 4.50 લાખ રૂપિયા ઉપડી ગયા હતાં. જયારે અજમેરમાં પણ આવો જ કિસ્સો નોંધાયો હતો.

- Advertisement -

સાવધાની રાખવા શું કરશો ?
અજાણ્યા નંબર પરથી આવેલી એપીકે ફાઈલ પર કલીક ન કરવી.
ભુલથી એપ ઈન્સ્ટોલ થઈ જાય તો તરત તેને દૂર કરવી.
શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તરત ઈન્ટરનેટ બંધ કરવું.
બેંકમાં જઈને તરત ખાતુ ફ્રીઝ કરવું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular