Friday, March 29, 2024
Homeઆંતરરાષ્ટ્રીયપ્રથમ વખત પૃથ્વીનાં વાતાવરણમાં ઇલેકટ્રોનિક વાવાઝોડું !!

પ્રથમ વખત પૃથ્વીનાં વાતાવરણમાં ઇલેકટ્રોનિક વાવાઝોડું !!

1950થી ચર્ચાઓ ચાલતી હતી, ટેકનોલોજીનો વિકાસ થતાં, પુરાવો હવે મળ્યો

- Advertisement -

ધરતી પર સમુદ્રમાંથી ઉઠતા વાવાઝોડા-હેરિકેનની આપણને નવાઈ નથી. પરંતુ અવકાશમાં આવા વાવાઝોડાંનો પ્રથમ પુરાવો વિજ્ઞાનીઓના હાથમાં આવ્યો છે. ઉત્તર ધુ્રવના આકાશમાં વિજ્ઞાાનીઓને સ્પેસ હેરિકેન જોવા મળ્યું છે. આ હેરિકેન પ્લાઝમાનું બનેલું છે. ધરતી પરનું વાવાઝોડું પાણી વરસાવે, તો આ વાવાઝોડું ઈલેક્ટ્રોનનો વરસાદ વરસાવે છે.

- Advertisement -

નેચરમાં પ્રગટ થયેલા અભ્યાસપત્રમાં વિજ્ઞાાનીઓએ કહ્યુ હતુ કે મંગળ, શની, ગુરૂ વગેરે ગ્રહ પર આવા વાવાઝોડા મળ્યાં છે. ધરતી પરનો આ પ્રથમ પ્રસંગ છે. આ વાવાઝોડું પ્રથમવાર ચીની સંશોધકોના ધ્યાને આવ્યુ હતુ. એ પછી વિશ્વના વિજ્ઞાાનીઓએ અભ્યાસ કરીને થ્રીડી ઈમેજ તૈયાર કરી હતી.

હજાર કિલોમીટરમાં ફેલાયેલું આ વાવાઝોડું ઘડિયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં ફરે છે. અવકાશમાં રહેલા ઉપગ્રહોને આ વાવાઝોડું અસર કરે છે અને અવકાશના વાતાવરણ તથા અન્ય પરિબળો પણ તેનાથી અસરગ્રસ્ત થાય છે. સ્પેસ હેરિકેન હોવા અંગે વિજ્ઞાાનીઓ 1950થી ચર્ચા કરતા હતા. તેના નક્કર પુરાવાઓ હવે ટેકનોલોજી વિકસતા મળવા લાગ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular