Friday, April 26, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત વિધાનસભામાં સરકારે બે વર્ષના ક્રાઈમના ચોંકાવનાર આંકડા કર્યા રજુ

ગુજરાત વિધાનસભામાં સરકારે બે વર્ષના ક્રાઈમના ચોંકાવનાર આંકડા કર્યા રજુ

- Advertisement -

નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં બજેટ રજુ કરી રહ્યા છે. ગુજરાતનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. અને વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પુછવામાં આવેલાં સવાલોનાં સરકાર જવાબો આપી રહી છે. તેવામાં વિધાનસભામાં ગુજરાત સરકારે  બળાત્કાર, આપઘાત સહિતની ગુનાખોરીની ઘટનાઓ અંગે આંકડાઓ જાહેર કર્યાં છે. આ તમામ આંકડાઓ ચોંકાવનારા છે. ગુજરાતમાં દૈનિક બળાત્કારની ચારથી વધુ ઘટનાઓ બને છે.

- Advertisement -

વિધાનસભામાં સરકારે રાજ્યમાં બે વર્ષમાં નોંધાયેલ ગુન્હાના આંકડા રજુ કર્યા છે. જે પૈકી  રાજ્યમાં રોજે 3 હત્યા અને 30 ચોરીની ઘટનાઓ બને છે. માત્ર અમદાવાદમાં બે વર્ષમાં 373 હિટ એન્ડ રનના બનાવ સામે આવ્યા છે. અને 217 લોકો મોતને ભેંટયા છે. ગુજરાતમાં રોજે સરેરાશ 2 કરતા વધુ લુંટની ઘટનાઓ બની રહી છે. સરકારે વિધાનસભામાં દારુબંધીના જવાબમાં જણાવ્યું છે કે ગુજરાતમાં બે વર્ષમાં 198.30 કરોડનો વિદેશી દારુ ઝડપાયો , 3.65 કરોડનો દેશી દારુ ઝડપાયો, બે વર્ષમાં  13.18 કરોડનો બીયરનો જથ્થો, 68.60 કરોડના  માદક દ્રવ્યો ઝડપાયા છે. ઉપરાંત કેટલાક જીલ્લામાં લોકડાઉનમાં વધુ દારુ ઝડપાયો છે. 2019ની સરખામણીએ 2020માં વધુ દારૂ ઝડપાયો છે. ગુજરાતમાં બળાત્કારની દૈનિક 4 કરતાં વધુ ઘટનાઓ નોંધાઈ છે. ગુજરાતમાં બે વર્ષમાં બળાત્કારની 3095 ઘટનાઓ બની છે. બે વર્ષમાં 1520 લૂંટ અને 1944 હત્યાના બનાવ બન્યા છે. તેમજ ગુજરાતમાં બે વર્ષમાં 14410 લોકોએ આપઘાત કર્યો છે. બે વર્ષમાં હત્યાના પ્રયાસની 1853 ઘટના નોંધાઈ છે. જ્યારે બે વર્ષમાં રાયોટીંગના 2589 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ખૂન ની કોશિશના 18523 ઘટનાઓ નોંધાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular