Tuesday, December 3, 2024
Homeરાજ્યદ્વારકાધિશ જગત મંદિર આજથી ગાઈડલાઈન સાથે દર્શન માટે ખુલ્લુ

દ્વારકાધિશ જગત મંદિર આજથી ગાઈડલાઈન સાથે દર્શન માટે ખુલ્લુ

દર્શનનો લાભ સંસ્થાની અધિકૃત વેબસાઇટ www.dwarkadhish.org માં લાઇવ નિહાળી શકાશે

- Advertisement -

વહિવટદાર કચેરી દ્વારકાધિશ મંદિર અને પ્રાંત અધિકારી દ્વારકાની એક અખબારી યાદીમાં જણાવ્યો પ્રમાણે દ્વારકાધીશ જગત મંદીર આજથી ગાઈડલાઈન મુજબની વ્યવસ્થા પ્રમાણે ચોક્કસ સમય દરમિયાન દર્શન માટે ખુલ્લું રહેશે.

જે અન્વયે દર્શનાર્થે આવતા તમામે ફરજીયાત માસ્ક પહેરીને આવવું, સામાજિક અંતર જાળવવું, ટેમ્પરેચર ચેક કરાવી-હાથ સેનેટાઈઝ કરીને જ મંદીરમાં પ્રવેશ કરવાનો રહેશે. મંદીરમાં સામાજિક અંતર જાળવવા માટે જે રાઉન્ડ બનાવવામાં આવ્યા છે જે પ્રમાણે ઉભા રહીને લાઈનમાં જ મંદીરમાં જવાનું રહેશે. મંદીરમાં રેલીંગ કે અન્ય કોઈ પણ જગ્યાએ અડવું નહીં, મંદીરમાં દંડવત પ્રણામ ન કરવા માત્ર દર્શન કરીને તુરંત જ બહાર નિકળી જવું જેથી વધુને વધુ યાત્રીકોને દર્શન થઈ શકે તથા ધ્વજાની માટે એક સાથે 20 દર્શનાર્થીઓએ મંદીરમાં જવાનું રહેશે. જે પૈકી પાંચ વ્યક્તિઓ મંદીરની પરિક્રમા કરી શકશે. જ્યારે અન્ય દર્શનાર્થીઓ પરિક્રમા કરી શકશે નહીં. વધુમાં ઘરેથી દર્શનનો લાભ લેવા સંસ્થાની અધિકૃત વેબ સાઈટ www.dwarkadhish.org માં લાઈવ નીહાળી શકાશે જેની તેમ જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular