
જામનગરમાં ગુલાબનગર અને જેસીઆર મોલ પાસે બ્લેકઆઉટ દરમિયાન ડ્રોન દેખાયા હોવાની જાણ સ્થાનિકોએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલ રૂમમાં કરી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક દોડી ગઈ. પ્રાથમિક તપાસમાં માત્ર અફવા હોવાનું સ્પષ્ટ થયું, કારણ કે આકાશમાં વીદળો વચ્ચે દેખાતા તારા લોકોએ ડ્રોન સમજીને જાણ કરી હતી. તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.