જામનગર શહેરમાં આજે શિતળા સાતમ નિમિત્તે વહેલી સવારથી જ શિતળા માતાજીના મંદિરોમાં દર્શન અને પૂજા-અર્ચના માટે મહિલાઓની ભીડ જોવા મળી હતી. શિતળા માતાજીના મંદિરોમાં સવારથી જ લાંબી લાઇનો લાગી હતી.
‘છોટીકાશી’ તરીકે સુપ્રસિદ્ધ જામનગર શહેરમાં આજથી સાતમ-આઠમના પવિત્ર તહેવારોને લઇ ઉત્સાહનો માહોલ છવાયો છે. જામનગર શહેરના નાગેશ્ર્વર વિસ્તારમાં આવેલા શિતળા માતાજી મંદિર, ચાંદીબજારના બુગદામાં આવેલ શિતળા માતાજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિરમાં આવેલા શિતળા માતાજી મંદિર સહિતના શિતળા માતાજીના મંદિરોમાં આજે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. મહિલાઓએ માતાજીને શ્રીફળ, કંકુ, ચોખા, કુલેર સહિતની પૂજા સામગ્રી અર્પણ કરી પરિવારના સુખ-શાંતિ અને આરોગ્ય માટે કામના કરી હતી. શિતળા સાતમની પરંપરા અનુસાર આગલા દિવસે રાંધણ છઠ્ઠના દિવસે ભોજન તૈયાર કરી આ ભોજન બીજા દિવસે સાતમના ગ્રાહણ ટાઢી સાતમની ઉજવણી કરવામાં આવે છે.
View this post on Instagram


