Thursday, September 24, 2026
Homeરાજ્યહાલારનબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી યુવાને દવા ગટગટાવી

નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી યુવાને દવા ગટગટાવી

સારવાર કારગત ન નિવડી : લગ્ન અને નબળી આર્થિક સ્થિતિની ચિંતામાં આયખુ ટુંકાવ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી : શંકરટેકરીમાં આધેડનું બિમારી સબબ મૃત્યુ

જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતા યુવાનને આર્થિક નબળી પરિસ્થિતી હોય અને લગ્ન ન થયા હોય તે બાબતનું મનમાં લાગી આવતા તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરમાં રહેતા આધેડની તબીયત લથડતા જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર તાલુકાના ધુવાવ ગામમાં રહેતા જતીનભાઇ નરેન્દ્રભાઇ કણજારીયા (ઉ.વ.28) નામના યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેના કારણે પૈસાની જરૂરીયાત રહેતી હતી તેમજ યુવાનના લગ્ન ન થયા હોવાથી જે બાબતનું મનમાં લાગી આવતા ગત તા.12ના રોજ બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું તા.21ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા નરેન્દ્રભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એચ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં વલ્લભનગર વાલમીકી વાસમાં રહેતા ગીરધરભાઇ શંકરભાઇ વાઘેલા (ઉ.વ.50) નામના આધેડની તબીયત લથડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પહેલા મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર સંદિપભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એસ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular