જોડિયામાં વડેરા શેરીમાં રહેતાં યુવાને તેની બહેનને સાતમ-આઠમ કરવા રોકાઇ જવા કહ્યું હતું. પરંતુ બહેન ન રોકાતા તેનું મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા આગળની કાર્યવહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પાઠશાળા પાસે આવેલી વડેરા શેરીમાં રહેતાં અભયરાજસિંહ અશોકસિંહ જાડેજા (ઉ.વ.21) નામના યુવાનના બહેન રક્ષાબંધન કરવા માટે આવ્યા હતા. તેઓને યુવાન ભાઇએ સાતમ-આઠમ કરવા માટે રોકાઇ જવાનું કહ્યું હતું. પરંતુ બહેન રોકાયેલ ન હોય અને પોતાના ઘરે જામનગર જતાં રહ્યાં હોય જેના કારણે મૂંઝાયેલ રહેતા હોય અને તેનું મનમાં લાગી આવતાં તેના રહેણાંક મકાને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી છતમાં લગાવેલ લોખંડના હૂક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
આ અંગે મૃતકના માતા ગુલાબબા દ્વારા પોલીસને જાણ કરાતા જોડિયા હે.કો. એમ. બી. ઝરમરિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


