Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર માંથી જુગાર રમતા 8 શખ્સોની અટકાયત

જામનગર માંથી જુગાર રમતા 8 શખ્સોની અટકાયત

નાગેશ્વર ગરબીચોક માંથી કાટ-છાપનો જુગાર રમતા બે શખ્સ ઝબ્બે, પાંચ ફરાર : પોલીસે બે દરોડામાં 15હજારની રોકડ કબજે કરી

- Advertisement -

જામનગર શહેરમાંથી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શહેરના નાગેશ્વર ગરબી ચોક વિસ્તારમાંથી કાટ-છાપનો જુગાર રમતા 7 શખ્સો પૈકી બે શખ્સોની પોલીસે અટકાયત કરી રૂ.3હજારની રોકડ કબજે કરી નાશી છુટેલા 7 શખ્સો વિરૂધ ગુન્હો નોંધ્યો હતો. અન્ય દરોડો જેમાં જામનગરમાં નીલકમલ સોસાયટીમાં 8 શખ્શો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તમામની અટકાયત કરી રૂ.11650ની રોકડ કબજે કરી તમામ વિરુધ ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં દિવાળીના દિવસે સાંજના સમયે નાગેશ્વર ગરબીચોક વિસ્તારમાં સાત શખ્સો જાહેરમાં બેસી સિક્કા-ઉછાળી કાટ છાપનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે રેઇડ દરમિયાન બે શખ્સો મિલનભાઈ ઉર્ફે મીલુડો છગનભાઈ દોણાશીયા, જેન્તીભાઈ ઉર્ફે રફીક કરશનભાઈ ગોહિલની રૂ.3020ની રોકડ સાથે અટકાયત કરી તેમજ ફરારી પાંચ શખ્સોની ભાવેશ દેવાભાઈ બાંભણીયા, અજય ઉર્ફે બાઠીયો, ભાવેશભાઈ મધુભાઈ દોણાશીયા, મુનો નરશીભાઈ ઢાપા, સંજય ઉર્ફે સંજલો ભરતભાઈ પરમારની તપાસ હાથ ધરી સીટી બી ડીવીઝન પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

જામનગર શહેરના નીલકમલ સોસાયટીમાં સંતોષ મુંશીલાલ કુશવાહ, રામનારાયણ રામઓતારસિંહ કુશવાહ, અખલેશસિંહ સોબરનસિંહ કુશવાહ, બીપીન સીપાઈલાલ કુશવાહ, વીજયસિંહ કાશીરામ કુશવાહ, મોનુ રામકુમારા રાવત, ઉમરસિંગ અમરસિંગ રાજપુત કુશવાહ, મુકેશકુમાર સતીપ્રસાદ કુશવાહ નામના શખ્સો ગઈકાલના રોજ તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તમામની અટકાયત કરી રૂ.11650ની રોકડ કબજે કરી સીટી સી પોલીસ દફતરમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular