જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડીંગ ડિમોલીશન કાર્યવાહીમાં ત્રણ મજૂરો ઘવાયા બાદ પાડતોડ બંધ કરી દીધું હતું. આ પાડતોડ ગઇકાલે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

આ અંગેની વિગત મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડીંગના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા કસ્ટમ હાઉસ નામની જર્જરિત બિલ્ડીંગનું મહાનગરપાલિકાના કમિશનર દિનેશ કેડિયાના નેજા હેઠળ એસ્ટેટ વિભાગ, ફાયર વિભાગ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાડતોડ દરમ્યાન ત્રણ દિવસ પહેલાં ત્રણ મજૂરો દબાઇ જતાં ઇજાગ્રસ્ત થયા હતાં. ત્યારબાદ આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. રવિવારે આ પાડતોડ કામગીરી જેસીબી તથા અન્ય સાધનો વડે ફરીથી શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત આગામી દિવસોમાં પણ પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત જર્જરિત ઇમારતોને તોડી પાડવામાં આવશે.
View this post on Instagram


