ભાટિયામાં સરપંચ પદ છ મહિનાથી ખાલી છે. ત્યારે વિરાભાઇ ગોરડિયા દ્વારા ગાંધીનગર મુખ્ય ચૂંટણી કમિશનરને લેખિત આવેદન આપીને સત્વરે ચૂંટણી યોજવા માંગ કરાઇ છે.
ભાટીયામાં સરપંચ પદ છ મહિનાથી ખાલી હોવાથી સત્વરે ચૂંટણી યોજવાની માંગ વિરાભાઈ ગોરડિયા દ્વારા ગાંધીનગર મુખ્ય ચૂંટણી કમિશ્નરને લેખિતમાં આવેદન આપ્યુ હતું. જેમાં ભાટિયા ગ્રામ પંચાયતના સરપંચની જગ્યા ખાલી હોવાથી સત્વરે ચૂંટણી યોજવા રજૂઆત કરી છે.ભાટિયામાં અનુ.જાતિના અનામત બેઠકના સરપંચ પદે ભાંભી હેમલતાબેન હમીરભાઈ હતા. જેઓ ની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલ જેના કારણે છેલ્લા છ માસથી ભાટીયા સરપંચ પદ ની જગ્યા ખાલી છે. અનુ.જાતિના સરપંચપદે અનુ. જાતિના ઉમેદવાર જ બેસે તે હેતુથી અનામત ચૂંટણી કિંમશનર દ્વારા રાખવામાં આવી છે.હાલના સમયે સરપંચપદનો ચાર્જ ઉપસરપંચને અપાયો છે. આ પદ પર અનુ. જાતિના વ્યક્તિ જ પાંચ વર્ષ રહે તે સામાજિક સમરસતાના ધ્યેયથી અનામત આપવામાં આવી છે. આથી સરપંચની ચૂંટણી સત્વરે થાય તેવી માંગ વીરાભાઇ ગોરડીયા દ્વારા કરાઈ છે.