Friday, May 8, 2026
Homeરાજ્યજામનગરકથિત પ્રેમસંબંધ સંદર્ભે પિતાના ઠપકાથી પુત્રીનો આપઘાત

કથિત પ્રેમસંબંધ સંદર્ભે પિતાના ઠપકાથી પુત્રીનો આપઘાત

ખાનગી કંપનીમાં કામે જતાં બંધાયો પ્રેમસંબંધ : પિતાને જાણ થતાં આપ્યો ઠપકો : વ્યથિત યુવતીએ જંતુનાશક દવા પી જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

કલ્યાણપુર તાલુકામાં રહેતી યુવતી ખાનગી કંપનીમાં કામે જતી હતી. દરમ્યાન કંપનીમાં કામ કરતા યુવાન સાથે તેને મનમેળ થઇ જતા આ બાબતે પિતાએ ઠપકો આપતા લાગી આવતાં યુવતીએ ઝેર પી આત્મહત્યા કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં રહેતી ભારતીબેન (ઉ.વ.આ. 22) નામની યુવતી છેલ્લા ત્રણેક વર્ષથી એક ખાનગી કંપનીમાં મજૂરી કામ માટે જતી હતી. આ દરમિયાન આ કંપનીમાં કામ કરતા અન્ય એક યુવાન સાથે તેણીનો મનમેળ થઈ ગયો હતો. આ પછી યુવતી તેમજ યુવક એકબીજા સાથે ફોનમાં વાતચીત કરતા હતા.
આ અંગેની જાણ યુવતીના પિતાને થઈ જતા તેમણે યુવતી પાસેથી તેણીનો મોબાઈલ ફોન લઈ લીધો હતો. ત્યાર બાદ તેણીને યુવાન સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો. આ પછી પણ યુવતી ખાનગી કંપનીમાં મજૂરી કામ માટે જતી હોય, જેથી તેણીના પિતાને શંકા જતા અવારનવાર એવો કહેતા હતા કે “તું આ છોકરાને મળીશ નહીં.”

આ પ્રકારની શંકાથી વ્યથિત એવી ભારતીબેનને મનમાં લાગી આવતા તેણીએ ગત તા. 6 ના રોજ પોતાના ઘરે રહેલી જંતુનાશક દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular