Thursday, August 18, 2022
Homeરાજ્યજામનગરજામનગર ફેકટરી ઓનર્સ એસો.ના નવા પ્રમુખની તરફેણમાં અદાલતનો ચૂકાદો

જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના નવા પ્રમુખની તરફેણમાં અદાલતનો ચૂકાદો

વર્ષ 2022-25 ના સત્ર માટે લાખાભાઈ કેશવાલાની પ્રમુખ તરીકે વરણીને અદાલતમાં પડકારી : પૂર્વ પ્રમુખ અને પાંચ સભ્યો દ્વારા અદાલમાં દાવો : પ્રમુખની વરણી વિરૂધ્ધનો દાવો રદ્દ કરતી અદાલત

- Advertisement -

જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના હેાદેદારઓની ચુંટણી પ્રકીયામાં પ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલાની વરણીને વર્તમાન કારાબારી સભ્ય રામજીભાઈ પટેલ તથા સામાન્ય સભ્ય મળી પાંચ વ્યકિતઓએ પડકારી અને પ્રમુખ પદની વરણી ગેરબંધારણીય ઠરાવવા માંગણી કરી હતી જે દાવો જામનગરની અદાલતે રદ કરવાનો હુકમ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત એવી છે કે ગત 1948 થી સ્થપાયેલી સંસ્થા જામનગર ફેકટરી ઓનર્સ એસસીએશન છેલ્લા 4 વર્ષથી જામનગરના બ્રાસ ઉદ્યોગકારના હિતનું પ્રતિનિધિત્વ કરતી અગ્રગણ્ય આધાગિક સંસ્થા છે. આ સંસ્થાની વર્ષ 2022/2025 ના સત્ર માટે ચુંટણી યેાજાયેલી હતી અને ત્યારબાદ નવા સત્રના કારાબારી સમિતિના સભ્ય અને કો.ઓપ્ટ સભ્યની ઉપસ્થિતીમાં કારોબારી સમિતિની પ્રથમ સભામાં નવા સત્રના હોદેદારોની વરણીમાં પ્રમુખ પદ માટે લાખાભાઈ કેશવાલાનું એકમાત્ર નામ સુચવતા ચુંટણીપંચ દ્વારા તેની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી. પ્રમુખ પદની બિનહરીફ વરણીને કારાબારી સભ્ય રામજીભાઈ પટેલ સહિત પાંચ વ્યકિતઓએ વ્યકિતગત હેસીયતથી દાખલ કરી ચુંટણીપંચના આ નિર્ણયને પડકાર્યા હતા જેમાં ચુંટણીપંચના જીનેશભાઈ શાહ સહિતના સભ્યાને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતાં.

આ દાવામાં જામનગર ફેકટરી ઓનર્સ એસાસીએશન વતી દાવા કાયદા મુજબ ટકવાપાત્ર ન હેાવાની તકરારો રજુ કરી દાવા રદ કરવાની માંગણી કરતી અરજી કરવામાં આવેલી હતી. આ અરજીની સુનાવણી બાદ તમામ પક્ષકારોની રજુઆત અને કાયદાકીય મુદાઓની છણાવટ કરી જામનગરના છઠા એડીનલ સીનીયર સિવીલ જજએ દાવા રદ કરતાં ઠરાવ્યું હતું કે વાદીએની કેાઈ ઉમેદવારી ગેરકાયદેસર રીતે નામંજુર કરવામાં આવેલી હોય તેવું નથી ત્યારે પાતાના અધિકારા માટે દાદ માંગવામાં આવેલ ન હેાય અને કાયદાની જોગવાઈ મુજબ તેઓને દાવા દાખલ કરવા માટે કોઈ કારણ મળતું હોવાનું જણાતું ન હેાવાનું માની, કાયદાકીય જોગવાઈથી દાવા બાધિત હોવાનું કરાવી રદ કરતો હુકમ કર્યો હતો.

- Advertisement -

આ કેસમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન વતી વકિલ ભરતભાઈ સુખપરીયા એન્ડ એસોસીએટસના દિલીપભાઈ મામતોરા તેમજ ચુંટણીપંચ વતી રાજેશ તન્ના રોકાયા હતાં. સંસ્થાના 74 વર્ષના ઈતિહાસમાં પુર્વ પ્રમુખએ દાવો દાખલ કરેલ હોય તેવા પ્રથમ બનાવ હોય ઉદ્યાગકારોમાં ઉચાટની લાગણી ફેલાયેલ હતી જોકે કોર્ટે આ દાવા રદ કરતાં ઉદ્યોગકારોએ રાહત અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular