Monday, October 14, 2024
Homeરાષ્ટ્રીયમધ્યપ્રદેશમાં ‘મોહન’ છત્તીસગઢમાં ‘વિષ્ણુદેવ’ની તાજપોશી

મધ્યપ્રદેશમાં ‘મોહન’ છત્તીસગઢમાં ‘વિષ્ણુદેવ’ની તાજપોશી

અમિત શાહ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં મોહન યાદવે શપથ ગ્રહણ કર્યા : બપોરે 4 વાગ્યે છત્તીસગઢમાં વિષ્ણુદેવ 10 કેબિનેટ મંત્રી સાથે લેશે શપથ

- Advertisement -

આજે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે શપથ સમારોહ યોજાઇ રહ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવે શપથ ગ્રહણ ર્ક્યા છે. જ્યારે છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાઈ બપોરે શપથ ગ્રહણ કરશે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના નેતા હાજર રહી શકે છે.

- Advertisement -

મધ્યપ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આજે થવા જઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવ સવારે 11.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. જ્યારે છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાઈ સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ ઉપરાંત રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરા મધ્યપ્રદેશમાં ડેપ્યુટી સીએમ હાજર હશે. જો કે હાલ એ સ્પષ્ટ નથી કે બંને નેતાઓ યાદવ સાથે શપથ લેશે કે નહીં. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાંઈની સાથે બે ડેપ્યુટી સીએમ તેમજ તેમના 10 કેબિનેટ મંત્રી પણ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ લેશે. આ બંને સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. મધ્યપ્રદેશમાં ભાજપાએ જંગી બહુમતિ મેળવ્યા બાદ નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવનું નામ જાહેર કરીને ભાજપાએ સૌને ચોંકાવી દીધા હતાં. તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી પણ રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાજપે છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી છે જ્યારે મધ્યપ્રદેશમાં સરકાર જાળવી રાખી છે. છત્તીસગઢની 90 બેઠકોમાંથી ભાજપે 54 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. અહીં કોંગ્રેસને 35 બેઠકો મળી છે જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપે 230માંથી 163 બેઠકો જીતીને સત્તામાં વાપસી કરી છે. જ્યારે કોંગ્રેસ 66 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular