દુનિયાભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ વચ્ચે એક સંક્રમણ રોગોના અમેરિકન નિષ્ણાતે ભવિષ્યવાણી કરી છે કે આગામી બે અઠવાડિયા સુધી વૈશ્વિક સ્તર પર દરરોજ નોંધાતા કેસમાં મોટો ઉછાળો જોવા મળશે. અમેરિકન ટીવી ચેનલ એનબીસીના ’મીટ ધ પ્રેસ શો’માં મિનસોટા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફેકિશયસ ડિસીઝ રિચર્સ એન્ડ પોલિસીમાં ડાયરેકટર માઇકલ ઓસ્ટરહોમે કહ્યુ કે, વૈશ્વિક સ્તર પર કોરોના મહામારીનો ખતરો પાંચમી કેટેગરીના વાવાઝોડા જેવો હશે. આગામી દિવસોમાં સંક્રમણના કેસમાં આવી રહેલા વધારાના પરિણામસ્વરૂપે વૈશ્વિક સ્તરે દૈનિક નોંધાઈ રહેલા કેસમાં કોરોના મહામારી શરૂ થયા બાદનો સૌથી મોટો ઊછાળો આવશે.
તેમણે કહ્યું, હું કહેવા માંગું છું કે, આ વખતે સંક્રમણના મામલે આખી દુનિયા કેટેગરી પાંચના ચક્રવાતી તોફાન જેવી સ્થિતિનો સામનો કરી રહી છે. આગામી બે અઠવાડિયામાં કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી નોંધાઈ રહેલા દૈનિક કેસોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળશે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે દૈનિક સૌથી વધારે કેસ ડિસેમ્બર, 2020માં જોવા મળ્યા હતા. રસીકરણ શરૂ થયા બાદ દૈનિક કેસમાં ઘટાડો થયો હતો. જોકે, ભારત, અમેરિકા, બ્રાઝીલ, ઈટાલી, જર્મનીમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. જેના પરિણામ વૈશ્વિક સ્તરે ફરી એકવાર સ્વાસ્થ્ય સંકટ ઊભું થયું છે.
અમેરિકન સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કહ્યુ કે,જયાં સુધી અમેરિકાની વાત છે ત્યારે અહીં હજુ સંક્રમણના કેસ વધવાની શરૂઆત થઈ છે. હવે આ કેસમાં ઝડપથી વધારો થશે.ેઉલ્લેખનીય છે કે શુક્રવારે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ દુનિયામાં કોઈ પણ દેશની સરખામણીમાં સૌથી વધારે માલુમ પડ્યા છે. ભારતમાં સરેરાશ કેસ અમેરીકાથી પણ વધારે સામે આવી રહ્યા છે. છેલ્લા 50 દિવસમાં દેશમાં કોરોના સંક્રમણના કેસમાં 10 ગણો વધારે થયો છે. આ આંકડા સ્વાસ્થ્ય મંત્રાલયના છે. વૈશ્વિક સ્તરે છેલ્લા અઠવાડિયે બ્રાઝીલમાં સંક્રમણને કારણે સૌથી વધારે મોતના કેસ સામે આવી રહ્યા છે. લેટીન અમેરિકન દેશમાં કોરોના દર્દીઓન માટે આઈસીયૂ બેડ ઓછા પડી રહ્યા છે.
અમેરિકાના મુખ્ય સંક્રમણ રોગ નિષ્ણાત ડોકટર એન્થની ફોઉસીએ શનિવારે ચેતવણી જાહેર કરતા કહ્યુ કે, જો અમેરિકાના લોકો સાવચેતી નહીં રાખે તો દેશમાં ફરીથી એકવાર કોરોનાની લહેર જોવા મળી શકે છે. ફોઉસીએ સીએનએનસ સાથે વાતચીતમાં જણાવ્યું કે, જાહેર સ્વાસ્થ્ય ઉપાયોને ઝડપથી વધારવાની જરૂરી છે. આ ઉપરાંત વધારેમાં વધારે લોકોને રસી આપવામાં આવે, જેનાથી સંક્રમણને રોકી શકાય.
જોન હોપક્ધિસ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેડિસિનના કોરોના વાયરસ રિસોર્સ સેન્ટરના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક સ્તરે આજ સુધી કોરોનાના 13 કરોડથી વધારે કેસ નોંધાયા છે. જયારે 28.4 લાખ લોકોનાં કોરોનાંથી મોત થયા છે. સંક્રમણ અને મોતનાં આંકડામાં બ્રાઝીલ અને અમેરિકા સૌથી વધારે પ્રભાવિત છે.