Monday, January 17, 2022
Homeઆંતરરાષ્ટ્રીયકોરોનાને કારણે મેલેરિયા સામેની લડાઇ નબળી પડી : WHO

કોરોનાને કારણે મેલેરિયા સામેની લડાઇ નબળી પડી : WHO

વિશ્વમાં 2020માં નોંધાયા મેલેરિયાના કુલ 24.1 કરોડ કેસ

- Advertisement -

કોરોના મહામારીને કારણે મેલેરિયા સામેની લડાઇમાં અવરોધ ઉભો થયો છે તેમ વર્લ્ડ હેેલ્થ ઓર્ગેનાઇઝેશનએ એક નિવેદનમાં જણાવ્યું છે. અનેક દેશોમાં કોરોનાને કારણે આરોગ્ય સેવાઓમાં અવરોધ ઉભો થવાના કારણે મેલેરિયા સામેની લડાઇમાં અવરોધ ઉભો થયો છે. જેના કારણે મેલેરિયાથી થતાં મોતમાં પણ વધારો જોવા મળ્યો છે. યુએન હેલ્થ એજન્સીના તાજેતરના વર્લ્ડ મેલેરિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020માં કુલ 24.1 કરોડ મેલેરિયાના કેસો સામે આવ્યા હતાં. જે અગાઉના વર્ષની સરખામણીમાં 1.4 કરોડ કેસ વધારે છે. વર્ષ 2020માં મેલેરિયાને કારણે 6,27,000 લોકોનાં મોત થયા હતાં. જે અગાઉના વર્ષની સરખામણીમાં 69,000 વધારે છે. વર્લ્ડ હેેલ્થ ઓર્ગેનાઇઝેશને વધુમાં જણાવ્યું છે કે આ 69,000 મોત પૈકી 47,000 લોકોના મોત મેલેરિયા સામે રક્ષણ માટે ચાલતા અભિયાનમાં કોરોનાને કારણે ઉભા થયેલા અવરોધને કારણે થયા છે. કોરોના મહામારીને કારણે મેલેરિયાના રક્ષણ, તેના નિદાન અને સારવારમાં અવરોધ ઉભો થયો હતો. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર મેલેરિયાથી થયેલા કુલ મોત પૈકી 95 ટકા મોત સબ સહારા આફ્રિકન દેશોંમાં થયા હતાં. છેલ્લા 15 વર્ષોમાં ચીન અલ સાલ્વાડોર સહિત 12 દેશોને ડબ્લ્યુએચઓ દ્વારા મેલેરિયા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

જો કે બીજી તરફ ડબ્લ્યુએચઓએ ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમુક દેશોમાં મેલેરિયાના કેસો અને તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2015થી 2020 દરમિયાન 11 દેશોમાં મેલેરિયાના કેસો 1.3 કરોડથી વધીને 16.3 કરોડે પહોંચી ગયા હતાં. આ દેશોમાં ગયા વર્ષો મેલેરિયાથી થતા મોત પણ 54000થી વધીને 4,45,000 થઇ ગયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular