Monday, April 28, 2025
Homeરાજ્યજામનગરસાધુ-સાધ્વીજી ભગવંતોને કોરોના રસિકરણ

સાધુ-સાધ્વીજી ભગવંતોને કોરોના રસિકરણ

જામનગરમાં કે.ડી. શેઠ ઉપાશ્રય ખાતે ત્રણ દિવસ કોરોના રસિકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈન સમાજના સાધુ-સાધ્વીજી ભગવંતોને પણ વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ કેમ્પમાં હાલારી વિશા ઓશવાળ તપગચ્છ ઉપાશ્રય અને ધર્મસ્થાનક ટ્રસ્ટ સંઘમાં બિરાજમાન પ.પૂ. અનંતપ્રભાશ્રી મ.સા., પ.પૂ. ભવ્ય દર્શનાશ્રી મ.સા., પ.પૂ. કુલદર્શનાશ્રી મ.સા., પ.પૂ. સ્વયંપ્રભાશ્રી મ.સા., પ.પૂ. કનકમાલાશ્રી મ.સા., પ.પૂ. કૈશષ્યપ્રભાશ્રી મ.સા.ને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. આ કોરોના રસિકરણ કેમ્પના આયોજનને સફળ બનાવવા જૈન એમ્પ્લોયઝ ફેડરેશનના પ્રમુખ અજયભાઇ શેઠ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ રસિકરણનો લાભ લેવા જૈન સમાજના ભગવંતોને અનુરોધ કરાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular