Saturday, June 14, 2025
Homeરાજ્યજામનગરસ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થનાર એજન્ડા રદ્દ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા

સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થનાર એજન્ડા રદ્દ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા

જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટીની આજરોજ તા.1 મે ના એજન્ડા આઈટમ નંબર-12 માં કમિશનર મારફત શીફટ આધારિત ગાર્બેજ કલેકશનનું કામ તથા રિફયુજ ટ્રાન્સફર સ્ટેશનનું કેપિટલ કોસ્ટ તથા ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામ તથા એમઆરએફના માત્ર ઓપરેશનના કામની કમિશનરની રજૂ થયેલ દરખાસ્ત નામંજૂર કરવાની માંગણી સાથે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેન્ડીંગ કમિટી હોલ બહાર પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરી ધરણાં કર્યા હતાં. આ ધરણા પ્રદર્શનમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો અલ્તાફભાઈ ખફી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ સહિતના હોદ્દેદારોનું અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular