Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારપથ્થરમારો કરી કારમાં નુકસાન પહોંચાડનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

પથ્થરમારો કરી કારમાં નુકસાન પહોંચાડનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

વેપારીને અપશબ્દો કહી કાર ઉપર પથ્થરમારો કર્યો: કારના કાચ તોડી નાખ્યા: અન્ય મકાનો ઉપર પથ્થરમારો

- Advertisement -

ધ્રોલ ગામમાં મોચીબજાર વિસ્તારમાં દુકાનદાર વેપારી ઉપર અપશબ્દો બોલી પથ્થરોના ઘા કરી કારના કાચ તોડી નાખ્યાના બનાવમાં શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં મોચીબજાર વિસ્તારમાં સોની વેપારી તેજશભાઈ મુકુંદરાય ફીચડીયા નામના યુવાનને વાણીયા ચોક વિસ્તારમાં રહેતો આસીફ કાસમ બીનસીદીક નામના શખ્સે અપશબ્દો બોલી પથ્થર મારો કરી વેપારીની જીજે-05-સીકે-3107 નંબરની કારનાં કાચ તોડી નાખ્યા હતાં. તેમજ અન્ય લોકોના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. આ શખ્સ દ્વારા પથ્થરમારો કરી મકાનોમાં અને વાહનોમાં નુકસાન પહોંચાડયા અંગેની જાણ કરાતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે ગુનો નોંધી આસિફ બીનસીદીકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular