જામજોધપુર તાલુકાના મોટીગોપ ગામે જેટકો કંપની તથા કિન્ટેક્ષ કંપની દ્વારા પોલ નાખવાનું કામ છેલ્લા ચાર વર્ષથી ચાલુ છે. આ કંપની ગૌચર વિસ્તારમાં દબાણ કરી ઇલેકટ્રીક પોલ કોઇપણ ક્ષેત્ર કે ડિપાર્ટમેન્ટની મંજૂરી લીધા વગર આ પોલ ઉભા કરવાનું કામ કરે છે. ગામની પંચાયતે પણ કંપનીને ઠરાવ કરી નોટીસ અનેક વખત પાઠવેલ છે. તેમજ આ કંપની સામે અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પેરીટ દાખલ કરી હતી. આ રીટ સામે હાઇકોર્ટે કંપની વિરુધ્ધ હુકમ કરી કલેકટર જામનગરને હુકમ કરતાં કલેકટરએ તાલુકા પંચાયત કચેરીને આ દબાણ દૂર કરવા જણાવેલ હતું. ત્યારબાદ આ બંને કંપની દ્વારા છેલ્લા 10 દિવસથી આ ગોચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી. કામ ચાલુ રાખેલ છે. આમ હાઇકોર્ટના હુકમનું અનાદર કરી કામ ચાલુ કરી દેતાં તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરી કામ અટકાવવા કાર્યવાહી કરવા તેમજ ગૌચરમાં દબાતણ કરતાં ગ્રામ પંચાયત દ્વારા પણ નોટીસ આપેલ છે. તેમજ આ કંપની અગાઉ દબાણ કરેલ જગ્યા ખુલ્લી કરતાં નથી. જેથી સરકારના નવા નિયમ મુજબ લેન્ડ ગ્રેબ્રિંગની ફરિયાદ દાખલ કરવા પૂર્વ સરપંચ હસમુખ સોલંકી દ્વારા કલેકટર, ડીએસપી તથા તાલુકા પંચાયત જામજોધપુરને લેખિતમાં રજૂઆત કરેલ છે.