Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજોગસ પાર્ક પાસે યુવાનને માર માર્યાની ચાર સામે ફરિયાદ

જોગસ પાર્ક પાસે યુવાનને માર માર્યાની ચાર સામે ફરિયાદ

- Advertisement -

જામનગરમાં જોગસ પાર્ક નજીક વેપારીને માર માર્યા અંગે ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરમાં રાજપાર્કમાં રહેતાં વેપારી રાહુલ રમણિક કારોલીયાને જય બારોટ નામના શખ્સે ફોન કરીને જોગસ પાર્ક પાસે બોલાવતા ફરિયાદી ત્યાં ગયા હતાં. જ્યાં રામ ગઢવી નામના શખ્સે ફરિયાદીને તું શું મારા વિશે પંચાત કરશ ? એમ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, કંઈ પંચાત કરતો નથી. અને જો કોઇ એ કહ્યું હોય તો તેને મારી સામે રૂબરૂ વાત કરાવ તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને જય બારોટ તથા રામ ગઢવીએ ફરિયાદીને અપશબ્દો બોલી પથ્થર વડે ફરિયાદીને માથા તથા કપાળના ભાગે માર માર્યો હતો. તેમજ અન્ય એક શખ્સને ફરિયાદીને ઝાપટો ઝીંકી દઈ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી તથા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આથી આ બનાવ અંગે, રાહુલભાઈ એ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રામેશ્ર્વરનગરમાં રહેતાં જય બારોટ, રામ ગઢવી, રૂચિબેન બારોટ તથા અન્ય એક અજાણ્યા શખ્સ સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular