મોરબીમાં રહેતા કોન્ટ્રાકટર યુવાન પોતાની પુર્વ પત્નીને ઉછીના આપેલા નાણાં પરત લેવા જતાં પૂર્વ પત્નીના પતિએ હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ, મોરબીમાં રવા પર રોડ પર રહેતાં અને બાંધકામ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા અનિલભાઈ ડાયાભાઈ જાદવ (ઉ.વ.37) નામના યુવાને તેની પૂર્વ પત્ની હિનાબેનને અંદાજે 60 હજાર રૂપિયા કટકે-કટકે ઉછીના આપ્યા હતાં. જેમાંથી રૂા.13000 પાછા લઇ જવાનું હિનાબેને કહેતા ફરિયાદી અનિલભાઈ તા.18 ના રોજ નાઘેડી ખાતે આવેલ ખોડિયાર ઈન્ડસ્ટ્રીયલ નામના કારખાના પાસે ગયા હતાં. આ તકે હિનાબેનના પતિ જયદીપ રજની ટીટા ત્યાં આવી ફરિયાદીને જોઇ ઉશ્કેરાઇ જઈ અપશબ્દો બોલી તિક્ષ્ણ હથિયાર વડે ફરિયાદી ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે અનિલભાઈ જાદવ દ્વારા પંચ બી પોલીસ સ્ટેશનમાં દિગ્જામ મીલ ઢીચડા રોડ પર રહેતા જયદીપ રજની ટીટા વિરૂધ્ધ જુદી જુદી કલમો મુજબ ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમ.એલ. જાડેજા દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.