Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો ફૂડ શાખા દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું

જામ્યુકો ફૂડ શાખા દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું

ચેકિંગમાં લેવાયેલ નમૂના નાપાસ થયા હોય તેમને દંડ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મરચુ પાઉડર, નમક, શુધ્ધ ઘી, સહિતની ચીજવસ્તુઓના લીધેલ નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા વિવિધ પેઢીઓને કેસ દાખલ કરી દંડ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની એફએસઓ દ્વારા કમિશનરની સુચના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ફાસ્ટ ફૂડ, હોટલ, રેસ્ટોરન્ટ, આઈસ ફેકટરી સહિતના સ્થળે ચેકિંગ હાથ ધરી જરૂરી સૂચના આપવામાં આવી હતી. હાલમાં મસાલાની સીઝન ચાલી રહી હોય જેને લઇ બહારથી આવેલ અને આઉટ લેટ કરી વેંચાણ કરતા પાસેથી લેવામાં આવેલ નમૂના પૈકી ભારત મરચા સેન્ટર (હંગામી સ્ટોલ), એ વન મરચા સેન્ટર (હંગામી સ્ટોલ)માંથી લીધેલ મરચુ પાઉડરના નમૂના સબ સ્ટાન્ડર્ડ (નાપાસ) આવતા એડજ્યુંડીકેટીંગમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં રૂા.10 હજારનો દંડ કર્યો હતો. તેમજ ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલ કાશ ટે્રડર્સ અને અમૃતા ડેરી મેન્યુ. યુનિટ રાજકોટ શુધ્ધ ઘી (પારસમણી બ્રાન્ડ) સબ સ્ટાન્ડર્ડ (નાપાસ) આવતા એડજ્યુંડીકેટીંગમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં રૂા.20 હજારનો દંડ કર્યો હતો. જામનગરના 24 દિ.પ્લોટ માં આવેલ સદગુરૂ ડેરી ફાર્મમાંથી લીધેલ પનીરનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ (નાપાસ) આવતા એડજ્યુંડીકેટીંગમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં રૂા.10 હજારનો દંડ કર્યો હતો. લીંડી બજારમાં આવેલ એન જી ટે્રડર્સ નામની પેઢીમાંથી લીધેલ નમૂના સબ સબ સ્ટાન્ડર્ડ (નાપાસ) આવતા ડેઝીગ્નટેડ ઓફિસર સમક્ષ મંજૂરી અર્થે મૂકવમાં આવ્યો છે. આ ઉપરાંત ગે્રઇનમાર્કેટમાં આવેલ છગનલાલ એન્ડ કાું. નામની પેઢીમાંથી લીધેલ દાંડી નમક (પેક થેલી) નો નમૂનો પણ સબ સ્ટાન્ડર્ડ (નાપાસ) આવતા આગળની કાર્યવહી હાથ ધરવામાં અવાી છે.

આ ઉપરાંત શહેરના બેડેશ્ર્વરમાં આવેલ અશોક આઈસ ફેકટરી તથા શિતલ આઈસ ફેકટરીને પાણીનો સુપરફલોરીનેશનલ 1.5 પીપીએમ જાળવવા તથા કલોરોઝોન યુકત કેનો બદલવા નોટિસ પાઠવવમાં આવી છે. રાધેકિશન પ્રજાપતિ (માટલા કુલફી) ને નાગેશ્ર્વરકોલોની અંડર ગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કરવા, કલોરીનેશન કરવ અને માવો ડાયરેકટ દૂધમાં ન વાપરવા તાકીદ કરી હતી. રણજીતરોડ પર આવેલ ધર્મેશભાઈ માવાવાલાને પણ માવાના સ્ટોરેજરૂમ તાપમાને રાખવા તથા ડાયરેકટ દૂધમાં ઉપયોગ ન કરવા અને ગ્રાહકોને માવાના તાપમાનમાં કોઇ બદલાવ ન કરવા સહિતની તાકીદ કરવામાં આવી હતી. બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલ પ્રિમીયશી શી ફૂડ નામની પેઢી તથા બર્ધન ચોકમાં આવેલ ન્યુ લેટેસ્ટ રસ નામની પેઢીને લાયસન્સ ન હોય ફૂડ લાયસન્સ મેળવવા નોટિસ પાઠવવામાં આવી હતી.

- Advertisement -

તેમજ જામનગરના બેડેશ્ર્વરમાં આવેલ ભુલચંદ કંપની આઈસ ફેકટરી અંબિકા ડેરી પ્રોડકશન યુનિટ, ઓનેસ્ટ આઈસ ફેકટરી, રજા બેકરી કંપની, આઝાદ આઈસ ફેકટરી, મહાવીર આઈસ્ક્રીમ મેન્યુ.યુનિટ, રામનગરનો ઢાળીયો પાસે શ્રી શિવમ સ્વીટ મેન્યુ, શિવશકિત મેન્યુ. યુનિટ, બર્ધનચોકમાં બાઝરીયા રસ ડેપો, ન્યુ લેટેસ્ટ રસ બેડી ગેઇટ પાસે કાફે પેરેડાઈઝ રેસ્ટોરન્ટ, જેન્તીભાઈ માવાવાળા જૂના રેલવે સ્ટેશન પાસે ફૌજી પંજાબી ઢાબા, પંજાબી બેંક પાસે દિલીપભાઈ માવાવાળા, રણજીત રોડ પર સિધ્ધનાર્થ માવા સેન્ટર, ટાઉનહોલ પાસે કમલેશભાઈ માવાવાળા, ગે્રઈનમાર્કેટમાં વિશાલ ઘી, સજુબા સ્કૂલ સામે જગદીશ કોલ્ડ્રીંકસ, ઉપરાંત માટલા કુલફી વેંચતા રાજેશ પ્રજાપતિ, મનોજભાઈ પ્રજાપતિ, ભીમ પ્રજાપતિ, રામકુમાર પ્રજાપતિ, જગુ પ્રજાપતિ, સચિન પ્રજાપતિ, રામજી પ્રજાપતિ કમલેશ પ્રજાપતિ, રાજકુમાર પ્રજાપતિ, રામપત પ્રજાપતિ સહિતના સ્થળોએ પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ સાફ સફાઇ સ્વચ્છતા, પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા સહિતની જરૂરી સૂચનાઓ આપવમાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular