Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર પોલીસ દ્વારા નાગરિકનું ખોવાયેલું મોટરસાઈકલ પરત કર્યું

જામનગર પોલીસ દ્વારા નાગરિકનું ખોવાયેલું મોટરસાઈકલ પરત કર્યું

- Advertisement -

જામનગર પોલીસ દ્વારા નાગરિકનું ખોવાયેલું મોટરસાઈકલ શોધી આપી અરજદારને પરત કર્યુ હતું. ગત તા. 6 ના રોજ જામનગરના અનિલભાઈ વિનોદભાઈ નંદા પોતાનું જીજે-10-સીડી-8001 નંબરનું એકટીવા લઇ ગે્રઈન માર્કેટમાં પીએમ આગડિયા પાસે પાર્ક કરી બેંકના કામે ગયા હતાં જે કામ પૂર્ણ કરી પાછા આવતા તેનું મોટરસાઈકલ જોવા ન મળતા પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. ડીવાયએસપી વી.કે. પંડયાના માર્ગદર્શન મુજબ, પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઈ પી. પી. જાડેજા તથા સ્ટાફના એએસઆઈ પરેશભાઈ ખાણધર, રાધેશ્યામ અગ્રાવત, પો.કો. સંજયભાઈ જોડ, રેખાબેન દાફડા, વર્ષાબા જાડેજા તથા એન્જીનિયર પ્રિતેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા સીસીટીવીની મદદથી તપાસ આરંભી હતી જેમાં એક વ્યક્તિ દિપક ટોકીઝ તરફથી શાકમાર્કેટ તરફ જતા જોવામાં આવતા જેની તપાસ કરતા તે મોટરસાઈકલ આશાપુરા મંદિર પાસે મળ્યું હતું. જે અહેમદ હુશેનભાઈનો કારીગર લઇ આવ્યો હોય જે પોતાનું કાળા કલરનું એકટીવા મોટરસાઈકલ નંબર જીજે-10-ડીએફ-5156 ને બદલે ભુુલથી અરજદારનું બાજુમાં પડેલ મોટરસાઈકલ લઇ આવ્યો હોય. પોલીસ દ્વારા અરજદારને મોટરસાાઈકલ શોધી પરત કર્યુ હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular