Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 8 એનસીસી ગુજરાત નેવલ યુનિટ દ્વારા ભારતીય નૌ સેના દિવસની ઉજવણી

જામનગરમાં 8 એનસીસી ગુજરાત નેવલ યુનિટ દ્વારા ભારતીય નૌ સેના દિવસની ઉજવણી

વિવિધ પ્રકારની નૌસેના બોટમાં વોટરમેનશીપની તાલીમ

- Advertisement -

જામનગરમાં આજે ભારતીય નૌ સેના દિવસની ઉજવણી, 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા વિશેષ રીતે કરવામાં આવી હતી.

- Advertisement -

ભારતીય નૌસેના દિવસની ઉજવણી નિમિતે 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા નેવી એનસીસીનાં શાળા-કોલેજનાં કેડેટસ તથા એડસ કેડેટસ એમ કુલ 70 જેટલા કેડેટસને વિવિધ પ્રકારની નૌ સેના બોટની કામગીરીની અને તેની વિશેષતાની તાલીમ આપવામાં આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શ્રી સત્ય સાંઇ વિદ્યાલયનાં ડાયરેકટર ઓફ એજયુકેશન શાલિની ત્યાગી તેમજ (સેવાનિવૃત) એરકોમોડોર એસ એસ ત્યાગીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ તાલીમ અંતર્ગત નેવલ કેડેટસે એન્ટરપ્રાઇઝ બોટ, રેસ્કયૂ બોટ, 27 ફીટ ડી કે વેલર બોટ, કાયાક બોટ વગેરેની વિશેષતા તેમજ કામગીરીની સમજ મેળવી હતી. આ સમગ્ર કાર્યક્રમ 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં કમાંડીંગ ઓફિસર લેફટનન્ટ કમાંડર ઇશાન ચતુર્વેદીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં એનસીસી નેવી યુનિટનાં પીઆઇ સ્ટાફ તથા એએનઓની પણ ઉપસ્થિતિ રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular