હાલાર પંથકના લાલપુર તાલુકાના નવાણિયા ખાતે તાજેતરમાં રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે નવી ગૌશાળાનો શિલાન્યાસ કરાયો હતો. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે નવાણિયાને આ સુવિધા ઉપલબ્ધ થશે.

અત્રે ઉલ્લેખનિય છેકે, ફળદ્રુપ જમીન ધરાવતા નવાણિયા ગામના ખેડૂતો માટે વિવિધ પ્રકારના પાકની ખેતી ઉપરાંત પશુપાલન આજીવિકાનો મુખ્ય આધાર છે. ગ્રામજનો પેઢીઓથી ખેતી અને પશુપાલન કરે છે. ગ્રામ પંચાયત અને પશુપાલકોની વિનંતીના આધારે રિલાયન્સ દ્વારા નવાણિયા ખાતે 5,800 ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તાર સાથે નવી ગૌશાળાનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે જે 60 થી વધુ ગાયોને આશ્રય આપશે.
શિલાન્યાસ સમારોહમાં શાસ્ત્રી રાજેશ રાજ્યગુરૂ, રિલાયન્સના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાંધકામ પૂર્ણ થયા બાદ આ ગૌશાળા ગ્રામ પંચાયત અને ગ્રામજનોને સોંપવામાં આવશે.