Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બજરંગદળ દ્વારા ત્રણ સ્થળોએ કોંગ્રેસના પૂતળાનું દહન - VIDEO

જામનગરમાં બજરંગદળ દ્વારા ત્રણ સ્થળોએ કોંગ્રેસના પૂતળાનું દહન – VIDEO

- Advertisement -

હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેને પગલે જામનગરમાં પણ બજરંગ દળના યુવકો દ્વારા કોંગ્રેસ કાર્યાલયો સામે પૂતળા દહન કરી દેખાવો કરવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામનગરના ટાઉનહોલ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે જ બજરંગ દળના અગ્રણી કાર્યકરોએ એકત્ર થઈ કર્ણાટક કોંગ્રેસના નેતા દ્વારા આતંકી સંગઠન સાથે બજરંગ દળને સરખાવી હિન્દુવિરોધી માનસિકતાના નેતાઓ ધરાવતી કોંગ્રેસનો વિરોધ કરી તેના પૂતળાંનું દહન કર્યું હતું બાદમાં લીમડા લાઈન ખાતે આવેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે પણ બજરંગ દળના કાર્યકરો દ્વારા કોંગ્રેસની નનામી કાઢી જાહેરમાં કોંગ્રેસના પૂતળા સાથેની અર્થીને અગ્નિસંસ્કાર આપી ‘રામ નામ સત્ય હૈ કોંગ્રેસ અસ્ત હૈ’ ના નારાઓ લગાવી આક્રોશભેર વિરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

બજરંગ દળ ના કાર્યકરોએ જામનગરમાં વિરોધ પ્રદર્શન કરી અને ચીમકી આપી છે કે, રાષ્ટ્રના હિતમાં હિન્દુત્વની વિચારધારા સાથે કામ કરતા બજરંગ દળના રાષ્ટ્રવ્યાપી સંગઠન સામે વાહિયાત વાતો કરી મત અંગે કરવા નીકળેલી અને હાર ભાળી ગયેલી કોંગ્રેસને તેની ઓકાત યાદ કરવી જોઈએ. બજરંગ દળ સામે ખોટા આક્ષેપો અને આતંકવાદી સંગઠનો સાથે સરખાવવાની ચેષ્ટા કરવામાં આવશે તો કોંગ્રેસને ઈટ નો જવાબ પથ્થરથી આપવામાં આવશે. હિન્દુઓના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં બજરંગ દળને કોઈ પણ પરિબળો રોકશે તો બજરંગ દળ બજરંગ બલીના આદર્શોને ધ્યાનમાં રાખી તેની સામે પ્રતિકાર પણ કરી શકે છે. જેથી સાનમાં સમજી જવા બજરંગ દળ ના કાર્યકરોએ આ તકે જણાવ્યું હતું.

જામનગર શહેરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અને શહેર કોંગ્રેસ કાર્યાલય ઉપરાંત લાલ બંગલા સર્કલમાં ત્રણ સ્થળોએ કોંગ્રેસ ના વાહિયાત નિવેદન અને બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત સામે બજરંગ દળના કાર્યકરોએ એકત્ર થઈ બબ્બે પૂતળા દહન કરતા રસ્તા ઉપર ચકાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular