Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર પત્રકાર મંડળના નવા હોદેદારોની સર્વાંનુમત્તે વરણી

જામનગર પત્રકાર મંડળના નવા હોદેદારોની સર્વાંનુમત્તે વરણી

ગિરીશ ગણાત્રા પ્રમુખ, કિંજલ કારસરીયા ઉપપ્રમુખ, જગત રાવલ મંત્રી, સૂચિત બારડ સહમંત્રી અને દિપક લાંબાની ખજાનચી તરીકે નિમણુંક

- Advertisement -

જામનગર પત્રકાર મંડળની કારોબારી મિટિંગનું ગઈકાલે બુધવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2023-24 ના પ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરના પત્રકારત્વ ક્ષેત્રની વર્ષ 1976થી ચાલતી સૌથી જૂની સંસ્થા જામનગર પત્રકાર મંડળની એક મહત્વની કારોબારી બેઠક બુધવાર તા.3 ના રોજ સર્કિટ હાઉસ ખાતે મળી હતી. જેમાં વર્ષ 2023-24ના હોદેદારોની સવર્નિુમતે નિમણુંક કરવામાં આવી હતી અને આગામી દિવસોનાં કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ મીટીંગમાં ભૂમિ દૈનિકના નિવાસી તંત્રી અને સીનીયર પત્રકાર ગિરીશભાઈ ગણાત્રા (જી.જી.)ની પ્રમુખ પદે, ન્યુઝ 18 ના પત્રકાર અને અકિલાના ફોટો જર્નાલિસ્ટ કિંજલભાઈ કારસરીયાની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. દૂરદર્શનના પત્રકાર જગતભાઈ રાવલની મંત્રી તરીકે , ખબર ગુજરાતના પત્રકાર સુચીતભાઈ બારડની સહમંત્રી તરીકે અને નોબતના દિપકભાઈ લાંબાની ખજાનચી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- Advertisement -

આ કારોબારી મિટિંગમાં હિરેનભાઈ ત્રિવેદી, પરેશભાઈ ફલિયા, ગુણવંતભાઈ જોશી, સંજયભાઈ એમ.જાની, ભરતભાઈ રાવલ, પરેશભાઈ શારડા, ડોલરભાઈ રાવલ, સંજયભાઈ આઇ.જાની અને અનિલભાઈ ગોહીલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા અને જામનગર પત્રકાર મંડળના નવા હોદેદારોની નિમણુંક થતાં તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular