Wednesday, April 17, 2024
HomeવિડિઓViral Videoઆખલાનો આતંક સીસીટીવીમાં કેદ: આધેડને શીંગડામાં ઊંચકી દુર લઇ જઈ કચડી નાખ્યા

આખલાનો આતંક સીસીટીવીમાં કેદ: આધેડને શીંગડામાં ઊંચકી દુર લઇ જઈ કચડી નાખ્યા

બચાવવા આવેલ મહિલાને પણ પછાડી

- Advertisement -

ગુજરાતભરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા પશુઓએ અનેક લોકોને અડફેટે લીધા છે. આવી જ વધુ એક ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. જેમાં સરદારનગર ઓડિટોરિયમ વિસ્તારમાં એક આધેડ પર આખલાએ હુમલો કરતાં તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

- Advertisement -

 

- Advertisement -

સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક આધેડ જેવા ઘરની બહાર નીકળે છે તરત જ રોડ પર ઉભેલો આખલો તેને શીંગડામાં ઊંચકી દુર લઇ જીને તેને કચડી નાખે છે. બાદમાં પરિવારજનો અને આજુબાજુના લોકો એકઠા થઇને તેને બચાવવા જાય છે તે દરમિયાન એક મહિલાને પણ આખલો નીચે પછાડી દે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular