Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારભાણવડ પંથકના કુખ્યાત બુટલેગરને પાસા તળે જેલ હવાલે

ભાણવડ પંથકના કુખ્યાત બુટલેગરને પાસા તળે જેલ હવાલે

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં દારૂ અંગેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મોરઝર ગામના રહીશ વિજય ઉગાભાઈ બગડા નામના 35 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા હતા. હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણપણે અંકુશ મેળવી અને આ ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલને આપેલી સૂચનાને અનુલક્ષીને ઉપરોક્ત શખ્સ સામે પાસા અંગેના જરૂરી દસ્તાવેજો તૈયાર કરી, આ અંગેની દરખાસ્ત જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને મંજૂર રખાતા આરોપી વિજય ઉગાભાઈ બગડા સામે અટકાયતી વોરંટ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સને રાઉન્ડ અપ કરી, પાસાના વોરંટની બજવણી કરાયા બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular