Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરદરિયામાં ખાબકેલ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ક્રુ મેમ્બર તથા પાયલોટના મૃતદેહો મળી આવ્યા

દરિયામાં ખાબકેલ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ક્રુ મેમ્બર તથા પાયલોટના મૃતદેહો મળી આવ્યા

કોસ્ટગાર્ડ દ્વારા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

- Advertisement -

તાજેતરમાં ગુજરાતમાં પુર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ખાબકયું હતુ જેમાં 3ના મોત થતાં સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

- Advertisement -

તાજેતરમાં ગુજરાતમાં આવેલ પુરને કારણે અનેક લોકો ફસાયા હતા. તેમનું એરફોર્સ, નેવી સહિતના જવાનો દ્વારા રેસ્કયુ કરી બચાવ કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન ગુજરાતમાં પુર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ખાબકયું હતું. જેમાં બે પાયલોટ અને બે એર ક્રુ મેમ્બર્સ સામેલ હતા જેઓ ગુમ થયા હતા. જેને લઇ ભારતીય કોસ્ટગાર્ડ તેમની શોધખોળ હાથ ધરી હતી. આઇસીજીએ હાથ ધરેલાં સર્ચ ઓપરેશન દરમ્યાન એક ક્રુ મેમ્બરને દરયિામાંથી બચાવી લેવામાં આવ્યો હતો. જયારે કમાન્ડન્ટ (જેજી) વિપીન બાબુ અને કરણસિંહ, પ્રધાન નાવિકના નશ્વર અવશેષો સમુદ્રમાંથી મળી આવ્યા હતા. જેને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સન્માન સાથે અંતિમ સંસ્કારની વિધી કરવામાં આવી હતી.

બાકીના એક ક્રુ કમાન્ડન્ટ રાકેશકુમાર રાણા ટીએમ કે જેઓ આ મિશનના કમાન્ડન્ટમાં પાયલોટ હતા. તેમને શોધવા માટે પ્રયાસો ઝડપી કરવામાં આવ્યા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular