Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારખાનગી કંપનીના પ્રતિબંધિત પ્લાન્ટમાં પ્રવેશ કરનાર કારચાલક વિરૂધ્ધ ગુનો

ખાનગી કંપનીના પ્રતિબંધિત પ્લાન્ટમાં પ્રવેશ કરનાર કારચાલક વિરૂધ્ધ ગુનો

- Advertisement -

દ્વારકા નજીક કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાં જીજે 37 એમ. 7111 નંબરની સફેદ કલરની એક સ્કોર્પિયો મોટરકારના ચાલક આર્યન માણેકે તારીખ 1 ના રોજ મધ્યરાત્રિના સમયે પોતાની કાર કંપનીમાં લઈ જઈને પોતાની કાર ખેતીની જમીન તરફ જવાના રસ્તે જવાનું કહી અને તે રસ્તે જવાના બદલે કંપનીમાં આવેલા પ્લાન્ટ પરિસરના પ્રતિબંધિત વિસ્તાર તરફ લઈ ગયો હતો. આ રીતે પ્લાન્ટ વાળા વિસ્તારમાં ફરી, અને આરોપી આર્યન માણેકે કંપનીના બેરીકેટ સાથે પોતાની કાર અથડાવીને બેરિકેટ તોડીને કંપનીને રૂપિયા 50 હજારની નુકસાની કર્યાની ધોરણસર ફરિયાદ કંપનીના સિક્યુરિટી ઓફિસર આર.એસ. શુક્લા (ઉ.વ. 29, રહે. મૂળ કાનપુર, હાલ દ્વારકા) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે કાર ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular