Friday, March 29, 2024
HomeUncategorizedજામજોધપુર તાલુકાના પાટણમાં બ્લાસ્ટથી ઘરો અને પશુઓને નુકસાન

જામજોધપુર તાલુકાના પાટણમાં બ્લાસ્ટથી ઘરો અને પશુઓને નુકસાન

લાઈમસ્ટોનની નીરમા કંપની દ્વારા બ્લાસ્ટીંગથી પશુપંખીઓના મોત : વૃક્ષોમાં નુકસાન : કંપનીની ઘોર બેદરકારી : દરેક પ્રકારના નિયમોનો છડેચોક ઉલ્લંઘન

- Advertisement -

જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં આવેલી નીરમા કંપની દ્વારા લાઈમસ્ટોન માટે કરાતા બ્લાસ્ટીંગના કારણે આજુબાજુના વિસ્તારોમાં આવેલા મકાનો અને પશુપંખીઓને નુકસાન થતું હોય છે. આ બ્લાસ્ટીંગને કારણે અનેક પશુપંખીઓના મોત નિપજે છે તેમજ વૃક્ષોને પણ પારાવાર નુકસાન થાય છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના પાટણ ગામે નીરમા કંપની લાઈમ સ્ટોન માટે બ્લાટીંગને કારણે પશુપંખીઓને નુકસાન થવાથી મરી જાય છે. આ બ્લાસ્ટથી હજારો વૃક્ષોને તેમજ મકાનોમાં નુકસાન થઈ રહ્યું છે. આ કંપની દ્વારા લાઈમસ્ટોનની ગાડી ચલાવાય છે. જેથી ગામની ફરતી બાજુ જે ધુમાડો ઉડે છે જે ગામના માણસો અને પશુઓ માટે હાનીકારક છે. નીરમા કંપની ગામ ઢોરને કાઢી મુકે છે અને રહીશોને અંદર આવવાની સખ્ત મનાઈ છે ખેડૂતોના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. નીરમા કંપની દ્વારા કવાટર ઓફિસ ગામતળમાં બનાવેલ છે. આ કંપનીના ટૂકો નાગબાઈ માતાજીના મંદિર આગળ નિકળે છે જે મંદિર આવતા જતા લોકોને નુકસાન કરે છે. તેમજ કલેકટરની હાજરીમાં નકકી થયા મુજબ 80 ટકા ગામના માણસોને જ લેવાના છે પરંતુ છ માણસો વીસ વર્ષથી નોકરી કરે છે. જેને પગાર કંપની દ્વારા નિમિત્ત થયેલ હતો જે કંપની બોર્ડ મુજબ અપાતો નથી પણ ઓછો આપવામાં આવતો હોવાથી છ કર્મચારી દ્વારા પુરતા પગાર માટે અરજી કરી તો કંપની એજન્સી દ્વારા ધમકી આપી કંપનીના ગેટની બહાર રહેવા કહી સામો કેસ કરવાની વાતો કરે છે. આ વ્યકિતઓ કંપનીની ધમકીથી ડરી ઘરે બેસી ગયા છે.

હાલ આ કંપનીમાં 18 વર્ષથી નીચેના બાળકો પાસે કામ કરાવાય છે. કંપની દ્વારા કોઇપણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી જે મજૂર કામ કરે છે. તેમને ટોપા બુટની સુવિધા આપવામાં આવતી નથી જેથી મજૂરો હેરાન થઈ રહ્યા છે. આ કંપનીમાં દરેક પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કંપની દ્વારા ગ્રામમાં કોઇપણ જાતની સુવિધા ઉભી કરાઇ નથી તેમ પાટણ ગામના વિસુંડા હસમુખએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular