Saturday, April 20, 2024
Homeરાજ્યઓખા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોએ નામાંકન ભર્યા

ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોએ નામાંકન ભર્યા

આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : પાછાં ખેંચવાની તા.21 સપ્ટેમ્બર

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગર પાલિકાઓની ચૂંટણી જાહેર થતા આજથી દ્વારકા જિલ્લાની અને સૌરાષ્ટ્રની છેલ્લી ઓખા નગર પાલિકાનાં ઉમેદવારો પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઓખા નગરપાલીકા વિસ્તારની દૃષ્ટિએ ખૂબ મોટી નગરપાલિકા છે.જેમાં ઓખા શહેર, યાત્રાધામ બેટ-દ્વારકા ,આરંભડા,સુરજ કરાડી અને દેવ પરા જેવા વિસ્તારો આવે છે. જેમાં 9 વોર્ડ અને ભાજપનાં 36 ઉમેદવારો પોતાના ફોર્મ ભરવા માટે આજે દ્વારકા આવશે. 2017માં 21 બીજેપી અને 16 સીટ કોંગ્રેસને મળતા પાંચ વર્ષ ભાજપે ઓખા નગર પાલિકા કબ્જે શાસન કર્યું હતું. ઓખા નગરની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણવડ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ઓખા નગરપાલીકા ચૂંટણી કાર્યક્રમ ઉમેદવારી પત્ર નોંધવાની છેલ્લી તા.18 સપ્ટેમ્બર, ઉમેદવારી પત્ર ચકાસણી તા. 20 સપ્ટેમ્બર, ઉમેદવારી પત્ર પાછું ખેચવાની છેલ્લી તા. 21 સપ્ટેમ્બર, મતદાન કરવાની તા03/10/2021 (સમય સવારે 7 થી સાંજના 6), પુન મતદાન તા.04/10/2021, મતગણતરીની તા. 05/10/2021ના રોજ કરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular