Tuesday, June 9, 2026
Homeરાજ્યહાલારઆરીઠાણા નજીક કારે ઠોકરે ચઢાવતા બાઇકચાલકનું મોત

આરીઠાણા નજીક કારે ઠોકરે ચઢાવતા બાઇકચાલકનું મોત

રવિવારે સાંજે અકસ્માત : મૃતકની ઓળખ મેળવવા તજવીજ : પોલીસ દ્વારા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી

લાલપુર-જામનગર રોડ ઉપર આરીઠાણા ગામના પાટિયા પાસેથી પસાર થતાં બાઇક ચાલકને પૂરપાટ આવી રહેલી કારના ચાલકે ઠોકર મારી હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

આ અકસ્માતની વિગત મુજબ લાલપુર-જામનગર રોડ ઉપર આરીઠાણા ગામના પાટિયા પાસે રવિવારે સાંજના સમયે પુરપાટ અને બેફિકરાઇથી પસાર થતી જીજે10 ઇસી 9602 નંબરની કારના ચાલકે આગળ જતાં બાઇકસવારને ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલકને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગઇકાલે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની જયસુખભાઇ મારડિયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ. પી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તથા બાઇક નંબરના આધારે મૃતક યુવાનની ઓળખ મેળવવા તથા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular