આજકાલ સોશિયલ મીડિયા પર લાઈક્સ, વ્યૂઝ અને ફોલોઅર્સ મેળવવા માટે યુવાનો પોતાના જીવના જોખમે વિડીયો અને રીલ્સ બનાવી રહ્યા છે. પહાડી વિસ્તારમાંથી પસાર થતી એક ટ્રેનની બહાર કેટલાક યુવાનો ખતરનાક રીતે બહાર લટકતા જોવા મળે છે. આ ટ્રેન એક ઊંચા રેલ્વે બ્રિજ પરથી પસાર થઈ રહી છે અને નીચે ઊંડી ખાઈ તેમજ નદી જેવો વિસ્તાર દેખાય છે. આવા સમયે ચાલુ ટ્રેને બહાર લટકીને સ્ટંટ કરવા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
A beautiful view is meant to be enjoyed safely, not by risking your life. Hanging outside a moving train in the mountains for a reel may look thrilling, but one sudden curve, tunnel, pole, or strong wind can turn it into a tragedy. No video is worth a life. Stay inside and travel… pic.twitter.com/pufm3rFWFh
— SanatanAura (@SanatanAura3) July 23, 2026
સોશિયલ મીડિયાના ‘X’ પ્લેટફોર્મ પર @SanatanAura3 એકાઉન્ટ પરથી એક વિડીઓ શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સુંદર નજારો માણવાના ચક્કરમાં,કે રીલ બનવાના ચક્કરમાં,કે દેખાડો કરવાના ચક્કરમાં યુવાનો પોતાની સુરક્ષાને સાવ ભૂલી ગયા છે. પહાડી વિસ્તારોમાં ટ્રેનની બહાર લટકવું એટલે અચાનક આવતા વળાંક, ટનલ, રેલ્વેના થાંભલા કે પવનના તીવ્ર ઝાપટા સાથે અથડાવાનું મોટું જોખમ વહોરવું. એક નાની સરખી ભૂલ પણ જીવલેણ અકસ્માતમાં પરિણમી શકે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લેવાયેલો એક નાનો શોર્ટકટ આખી જિંદગી અથવા પરિવાર માટે મોટો શોક બની શકે છે. કોઈ પણ વીડિયો કે રીલ તમારા અમૂલ્ય જીવન કરતાં વધુ મહત્વની નથી. તેથી હંમેશા ટ્રેનની અંદર રહીને જવાબદારીપૂર્વક મુસાફરી કરો અને આવા ખતરનાક સ્ટંટ કરવાથી દૂર રહો.


