Saturday, July 25, 2026
Homeરાજ્યહાલારભિક્ષાવૃત્તિ કરતી મહિલા ઉપર દુષ્કર્મ અને હત્યાનો ફરારી કેદી ઝડપાયો

ભિક્ષાવૃત્તિ કરતી મહિલા ઉપર દુષ્કર્મ અને હત્યાનો ફરારી કેદી ઝડપાયો

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતી મહિલા ઉપર દુષ્કર્મ આચરી મોત નિપજાવ્યાના ઘૃણાસ્પદ બનાવમાં આજીવન કારાવાસની સજાના ફરારી કેદીને પેરોલ ફર્લો સ્કવોડએ બાલાચડીના સીમ વિસ્તારમાંથી દબોચી લઇ જેલહવાલે કરવા અને નાસતા ફરતા સમયે કયાં આશરો લીધો હતો? અને કોઇ ગુના આચર્યા છે કે કેમ? તે અંગેની તપાસ આદરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ જામનગરના પંચકોષી ‘એ’ પોલીસ ડિવિઝન વિસ્તારમાં વર્ષ 2022માં ભિક્ષાવૃત્તિ કરતી મહિલા ઉપર દુષ્કર્મ આચરી શરીરે ઇજા પહોંચાડી હત્યા નિપજાવ્યાના ફિટકારજનક બનાવમાં પોલીસે જે તે સમયે જુસબ ઉર્ફે કારો ચોર અબ્બાસ કક્કલ (રહે. સચાણા, જામનગર) નામના નરાધમની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં અદાલતે પુરાવાઓના આધારે જુસબને આજીવન કેદની તથા 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ જુસબને રાજકોટની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. દરમ્યાન જુસબે ગત્ તા. 28 એપ્રિલના રોજ 14 દિવસના ફર્લો રજા મેળવી હતી. ત્યારબાદથી ફરાર થઇ ગયો હતો.

ફિટકારજનક કૃત્ય આચર્યાના બનાવમાં આજીવન કેદની સજા પામેલ નાસતા ફરતા પાકા કામના કેદી નંબર 50675 જુસબ ઉર્ફે કારો ચોર અબ્બાસ ક્કકલ નામના કેદી અંગે લગધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, હાર્દિકભાઇ ભટ્ટને મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટીયા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, લગધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, હે.કો. સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હે.કો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફએ જુદી જુદી ટીમો બનાવી બાલાચડી, સચાણા, ખીડી, હડિયાણાના સીમ વિસ્તારમાં છૂપાઇને રહેતાં જુસબ મોડીરાત્રે બાલાચાડીની સીમમાં હોવાની બાતમીના આધારે પોલીસે જુસબને દબોચી લીધો હતો અને પૂછપરછ આરંભી જુસબે કયાં ક્યાં આશરો લીધો હતો? તે દરમિયાન પણ કોઇ ગુના આચર્યા છે કે કેમ? તે અંગે તપાસ આરંભી જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular