Friday, March 21, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસવિટામિન અને મિનરલ્સથી ભરપુર ગોળના ફાયદા જાણો..

વિટામિન અને મિનરલ્સથી ભરપુર ગોળના ફાયદા જાણો..

આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. જ્યારે શિયાળામાં ગોળનો વપરાશ વધી જાય છે દરેક ઘરમાં વસાણા નાખીને ગોળ પાપડી, અડદિયા બનાવવામાં આવે છે. ત્યારે આજના યુગમાં લોકો ખાંડનો ઉપયોગ ઓછો કરીને ગોળના વપરાશ માટે જાગૃત્ત બન્યા છે. ત્યારે ચાલો જાણીએ ગોળના ફાયદોઓ…

- Advertisement -

ગોળ ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે. ગોળમાં વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી ઓકસીડેન્ટસ હોય છે. જ્યારે ગોળને દેશી ઘી સાથે અથવા દુધ કે છાશ સાથે લઇ શકાય છે. ગોળ અને ચણા એક સાથે ખાવાથી હિમોગ્લોબીન વધે છે. ગોળ અને વરિયાળી સાથે લેવાથી શ્વાસની દુર્ગંધ મટે છે. આવા તો અનેક ફાયદાઓ છે જેમ કે,

  • ગોળ ખાવાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે.
  • ગોળ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
  • ગોળથી શરીરના ટોક્સિન બહાર નિકળી જાય છે.
  • ગોળ ખાવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે.
  • ગોળ પાાચનક્રિયા સુધાર છે.
  • ગોળ ખાવાથી શરદી, કફ અને તાવમાં રાહત મળે છે.
  • ગોળ એનિમિયાના દર્દીઓને આશા જગાડે છે.
  • ગોળ ખાવાથી સાંધાના દુ:ખાવામાં રાહત મળે છે.

આમ, ખાંડની સરખામણીમાં ગોળમાં અનેક વિટામિન્સ અને ખનીજો હોય છે. સામાન્ય રીતે આપણે ભોજન સાથે ગોળ લેતા હોઇએ છીએ પરંતુ તેને ખાલી પેટી હુંફાળા પાણી સાથે લેવાથી પણ અનેક ફાયદા થાય છે તો વળી ભોજન બાદ ઉપરથી ગોળ લેવાથી પણ અનેક ફાયદા થાય છે.

- Advertisement -

ગોળનું મહત્વ આપણા દેશમાં ખૂબ જોવા મળે છે. અને શુભ કાર્યોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ગોળનો સ્વભાવ ગરમ હોય છે. માટે તેનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવામાં આવે છે.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular