Friday, April 19, 2024
Homeધર્મ / રાશિઆજથી માઁ આદ્યશકિતની આરાધનાનો પ્રારંભ

આજથી માઁ આદ્યશકિતની આરાધનાનો પ્રારંભ

- Advertisement -

આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેની નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ વખતે આ ઉત્સવ 9 દિવસનો રહેશે અને 4 ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે. આ નોરતાંને શારદીય નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં દેવીનું આવાહન, પૂજન અને વિસર્જન, આ ત્રણેય શુભ કામ સવારે જ કરવાં જોઈએ. નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે એ વાર પ્રમાણે દેવી માતા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતીલોક આવે છે. આ વર્ષે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે એટલે દેવી દુર્ગા હાથી ઉપર સવાર થઈને આવશે. આ વર્ષે અખંડ નવરાત્રિ છે. એકપણ નોરતું ઓછું નથી. અખંડ નવરાત્રિ સંસાર માટે ખૂબ સારી ગણાય છે. આ વર્ષે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારથી નવરાત્રિ પર્વની શરૂઆત થાય છે. આ નવરાત્રિમાં કરવામાં આવતી માતાજીની ભક્તિ પોતાના આંતરિક વિકાસમાં મહત્ત્વનો ભાગ રહેશે. વાસ્તવિકમાં માનવ ઇન્દ્રિયોની વૃત્તિ મહિષ અર્થાત પાડા જેવી જ લગામરહિત અને સંયમહીન છે. એ કેવળ માતા દુર્ગાની શક્તિથી જ જીતી શકાય છે. એ આ ઉપાસનાનું મર્મ છે.આ શક્તિ પર્વ દરમિયાન તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહો મળીને બે સર્વાર્થસિદ્ધિ, એક દ્વિપુષ્કર અને ત્રણ રવિયોગ બનશે. આ દિવસોમાં ખરીદી માટે 8 શુભ મુહૂર્ત રહેશે, જેમાં પ્રોપર્ટીમાં રોકાણ માટે બે અને વાહન ખરીદી માટે ત્રણ દિવસ શુભ રહેશે. આ દિવસે કેદાર, ભદ્ર, હંસ, ગજકેસરી, શંખ અને પર્વત નામના શુભ યોગ બની રહ્યા છે. આ 6 રાજયોગમાં નવરાત્રિની શરૂ થઈ રહી છે. સૂર્ય, બુધ, ગુરુ અને શનિ દ્વારા બનતાં આ શુભયોગમાં કળશ સ્થાપન થવી શુભ સંકેત છે.

- Advertisement -

ભગવાનની શક્તિ મનુષ્યમાં બુદ્ધિરૂપે, શ્રદ્ધારૂપે અને શક્તિ, બળ, પરાક્રમરૂપે રહી છે, પણ સંયમ અને પ્રભુકૃપા વગર એ પ્રગટ થતી નથી. માણસમાત્રમાં રહેલી આ શક્તિઓને આવર્તિત કરવાનું પર્વ એટલે નવરાત્રિ. આ તહેવારની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટ સ્થાપન કરવામાં આવે છે. ઘટ સ્થાપન વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જ્વારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જ્વારાનું પણ વિસર્જન થાય છે. કેટલાક લોકો શુકનસ્વરૂપે જ્વારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી રાખે છે. નવા વર્ષે બીજા નવા જ્વારા મૂકીને પછી જ જૂના જવારાને વિસર્જિત કરે છે. નવરાત્રિના પહેલા દિવસે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. આ સ્થાપન માટે લાલ રંગનાં કપડાંનો પ્રયોગ કરો. માતાજીની સ્થાપના વખતે કળશની સ્થાપના ઈશાન ખૂણામાં કરવામાં આવે છે. માતાજીનાં સ્થાપનમાં અખંડ દીપક પ્રજ્વલિત કરો. એના માટે ઘીનો દીવો પ્રગટાવો અને ધ્યાન રાખો કે અંતિમ દિવસ સુધી એ દીવો ઓલવાય નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular