Sunday, January 23, 2022
Homeરાજ્યજામનગરજામનગરમાં હિન્દુ સેના દ્વારા ગોડસે ગાથાનો પ્રારંભ

જામનગરમાં હિન્દુ સેના દ્વારા ગોડસે ગાથાનો પ્રારંભ

- Advertisement -

જામનગરમાં ગત તા.1ના રોજ કૃષ્ણનગર વિસ્તારમાં હિન્દુ સેના દ્વારા ગોડસે ગાથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતમાં પ્રથમ વખત જામનગરમાં હિન્દુ સેનાએ અનેક વિઘ્નો પાર કરીને ગોડસે ગાથાની શરૂઆત કરી છે. જેમાં નિડર ક્રાંતિકારી યુવાનો જોડાયા હતા. જામનગરમાં ભાવેશભાઈ ઠુમ્મરના ઘરે ઘરેથી ગોડસે ગાથા શરૂ કરીને અલગ-અલગ વિસ્તારો, ગામડાઓ, જિલ્લાઓ સુધી ગોડસે ગાથા પહોંચાડવાનો સંકલ્પ હિન્દુ સેનાએ લીધો હતો.

- Advertisement -

આ કાર્યક્રમમાં સંસ્થાના હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ અને સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલ, શહેર પ્રમુખ દિપક પિલ્લે સહિતના યુવાનો જોડાયા હતાં. આ કાર્યક્રમ અંતર્ગત ગોડસેએ તા.8 નવેમ્બર 1949ના રોજ અદાલતમાં આપેલું પોતાનું છેલ્લું સ્ટેટમેન્ટ ગોડસે ગાથામાં જાહેર કરાયું હતું. ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાનું હિન્દુ સેના દ્વારા જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલા સંપતબાપુના આશ્રમની જગ્યામાં તા.15 નવેમ્બરના રોજ પ્રસ્થાપિત કરતાં કોંગ્રેસના શહેર પ્રમુખ અને કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા નથુરામ ગોડસેની પ્રતિમાને પથ્થરો મારીને ખંડિત કરીને તોડી પાડી હતી. જે મામલે સંસ્થા અને કોંગ્રેસના હોદે્દારો દ્વારા સામસામી લાગણી દુભાવવાની અને ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંન્ને પક્ષે ધરપકડો કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular