સોસાયટીના કોમન પ્લોટ ઉપર ગેરકાયદેસર દબાણ કરતાં આરોપીની જામીન અરજી અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

આ કેસની વિગત મુજબ જામનગર ખાતે વસવાટ કરતા જગદીશભાઈ રામોલીયા દ્વારા જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા સામે ફરીયાદ જાહેર કરી હતી કે, જામનગર રેવન્યુ સર્વે નં.1209 વાળી રહેણાંક હેતું માટે બિનખેતી થયેલ પ્લોટ નં. 4/1માં તેઓ રહેતા હતા અને ધર્મેશ રાણપરીયા પ્લોટ નં.2 અને 3માં વસવાટ કરતા હતા તે દરમ્યાન મપુરટાઉનશીપમાં કોમન પ્લોટ નં.એ ફરતે પોતાના અંગત ઉપયોગમાં ભાજુમાં કંમ્પાઉનડઠ વોલ કરી અંદર મકાન શેડ સંડાશ ભાથરૂમ બનાવી નાખી અને આ કોમન પ્લોટ કરતે પોતાનું કમ્પાઉન્ડ વોલ અને ગેટ નાખી અને સીસીટીવી કેમેરા હીટ કરી દીધા હતાં અને આ જગ્યામાં દબાણ કરેલ હોય તેનો વિરોધ કરતા તેઓએ અપશબ્દો બોલાવી અને તેઓ કુખ્યાત ગુનેગાર જયેશ પટેલના સગા ભાઈ થતાં હોય, તેનો ડર બતાવતા રહેતા હતા અને આ બાબતે કરીયાદીને ખુબજ હેરાન પરેશાન કરી અને કરીયાદીનું માલીકીનું મકાન વેંચાણ કરાવી નાખેલ, આમ ત્યારબાદ આરોપી ધ્વારા આ કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં પોતાનું ગેરકાયદેસર દબાણ કરી લીધું હતું. તે બાબતની ફરીયાદ જાહેર કરી હતી. આ ફરીયાદ બાદ પોલીસ ધ્વારા આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયારની ધરપકડ કરી હતી.
જેથી આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરાવવા માટે પીટીશન ફાઈલ કરેલ તે ગુજરાત હાઈકોર્ટ રદ કરી નાખતા, આરોપી ધારા સર્વોચ્ચ અદાલતમાં પીટીશન ફાઈલ કરી હતી. ત્યારબાદ આરોપી દ્વારા જામનગરની અદાલતમાં જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરી હતી. અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષની દલીલો ગ્રાહય રાખી અને આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયાની જામીન અરજી રદ કરવાનો હુકમ કર્યો છે. આ કેશમાં ફરીયાદ પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.