Saturday, December 7, 2024
HomeબિઝનેસStock Market Newsરોકાણકારો માટે માઠા સમાચાર, જીડીપીદરમાં મોટો ઘટાડો

રોકાણકારો માટે માઠા સમાચાર, જીડીપીદરમાં મોટો ઘટાડો

જાણો સોમવારે કેવું રીએકશન આપશે ભારતીય બજાર

- Advertisement -

નાણાંકીય વર્ષ 2025 ના બીજા કવાર્ટરમાં ભારતના જીડીપી દરમાં અપેક્ષાથી વધુ ઘટાડો નોંધાયો છે. પ્રથમ કવાર્ટરના 6.7 ટકાની સરખામણીમાં બીજા કવાર્ટરમાં જીડીપી દર 5.4 ટકા રહ્યો છે. 29 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે મૂડીખર્ચ અને વપરાશના મોરચે પણ બધુ બરાબર ન હતું. Q2FY24માં 2.6 ટકાનો નીચો આધાર હોવા છતાં, વપરાશ અગાઉના ક્વાર્ટરમાં 7.4 ટકાની સરખામણીમાં 6 ટકાના સ્તરે નીચો રહ્યો.

- Advertisement -

બીજી તરફ, રોકાણ વૃદ્ધિ ઘટીને 5.4 ટકાની છ-ક્વાર્ટરની નીચી સપાટીએ પહોંચી છે, જે અગાઉના મહિનાના 7.5 ટકાથી ઘટીને 5.4 ટકા હતી. અગાઉના ક્વાર્ટરમાં 8.7 ટકાથી નિકાસ વૃદ્ધિમાં 2.8 ટકાનો ઘટાડો પણ મદદ કરી શક્યો નથી.

મુખ્ય આર્થિક સલાહકાર વી અનંતા નાગેશ્વરનનાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2025 માં હવે 7 ટકાના જીડીપી વૃધ્ધિની આશા ધુંધળી બની છે. સમગ્ર વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્ર 6.5 થી 6.8 ટકાની વૃધ્ધિ નોંધાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અર્થ તંત્રના તજજ્ઞો 6.5 ટકાના વૃધ્ધિદરની અપેક્ષા રાખી રહ્યા હતાં પરંતુ તેમના અનુમાન કરતા વૃધ્ધિદર 1 ટકા કરતા પણ વધુ નીચો આવ્યો છે. જીડીપીના આંકડાઓની અસર સોમવારે ભારતીય શેર બજારમાં જોવા મળી શકે છે. અપેક્ષાથી નીચા જીડીપી દરને કારણે બજારનું પ્રારંભિક રીએકશન નેગેટીવ હોય શકે છે. જો કે, આગળ વિકાસની ગતિ કેવી રહે છે તેના પર બજારની આગલી ચાલનો આધાર રહેલો છે. બજાર નિષ્ણાંતો અનુસાર, ભારતીય શેરબજારમાં હાલ કોઇ મોટી તેજીની સંભાવનાઓ જણાતી નથી. નિષ્ણાંતોના મતે વૈશ્વિક પરિબળો અને અર્થતંત્રની સ્થિતિને ધ્યાનમાં લેતા બજાર આગામી બજેટ સુધી રેંજબાઉન્ડ રહી શકે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular