રાજકોટ મોરબી હાઈવે પર ગઈકાલના રોજ ત્રણ રોમિયો અલગ અલગ બાઇક પર સુતા સુતા જોખમી સ્ટંટ કરીને રેસ લગાવી રહ્યા હતા આ ઘટનાનો એક વિડીઓ વાયરલ થયો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે રાજકોટ-મોરબી હાઈવે પર ત્રણ અલગ અલગ બાઈક પર રોમિયો જીવના જોખમે સ્ટંટ કરી રેસ લગાવી રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા આવા કરતબબાજો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી રહી છે.
હાઇવે પર આવી રીતે સ્ટંટ કરી રહેલા રોમિયોના પરિણામે અન્ય વાહનચાલકો પણ પરેશાન થઇ રહ્યા છે. રાજ્યમાં અવારનવાર આવી કરતૂતોના વિડીઓ સામે આવતા હોય છે. હાલ વાઈરલ થઇ રહેલા આ વિડીઓ મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.