Monday, October 7, 2024
Homeબિઝનેસસપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી ચાલ…!!

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી ચાલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૫.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૬૯૦.૮૦ સામે ૪૮૮૯૮.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૪૭૩.૪૩ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૫.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૭૩૨.૫૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૧૦.૦૫ સામે ૧૪૭૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૨૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૧૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણમાં થઈ રહેલા સતત વધારા અને આ બીજી લહેર અત્યંત ઘાતક નીવડી રહી હોઈ અંકુશ બહારની પરિસ્થિતિને કાબૂમાં લેવા સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો અને વિદેશોમાંથી પણ મોટાપાયે મદદ આવી રહી હોઈ ફોરેન ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતે તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું. દેશમાં કોરોના સંક્રમણની બીજી અત્યંત ઘાતક લહેર નીવડી રહી હોવા સાથે સાથે હવે આ સંક્રમણ ધીમું પડી રહ્યાના કેટલાક અહેવાલ-આંકડા વચ્ચે આજે ભારે અફડાતફડી બાદ ભારતીય શેરબજારોમાં સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

કોરોના સંક્રમણથી દેશભરમાં લોકડાઉનની પરિસ્થતિમાં આર્થિક વ્યવહારો મોટાપાયે થંભી ગયા હોઈ એક તરફ આર્થિક સંકટ ઘેરાઈ રહ્યા સામે કેન્દ્ર સરકાર અને ઉદ્યોજકો દ્વારા રાહતના લેવાઈ રહેલાં સરાહનીય પગલાંની પોઝિટીવ અસર અને ગત સપ્તાહે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ રૂ.૫૦,૦૦૦ કરોડની પ્રવાહિતા ઉપલબ્ધ કરાવવામાં આવ્યાની પણ પોઝિટીવ અસર શેરબજાર પર જળવાઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કેપિટલ ગૂડ્સ અને કન્ઝ્યુમર ડયુરેબલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૯ અને વધનારની સંખ્યા ૧૪૦૧ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણની બીજી અત્યંત ઘાતક નીવડી રહેલી લહેરથી અત્યારે દેશની હેલ્થ સિસ્ટમ કટોકટીમાં આવી પડી છે અને આ સંકટમાંથી દેશને ઊગારવા માટે વિશ્વની મદદ મળવા લાગી છે, છતાં આ સંકટમાંથી ક્યારે ઊગરી શકાશે એની અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારના અનેક પ્રયાસોની પોઝિટીવ અસર અને વિશ્વની મદદ ભારતને મળવા લાગી હોઈ આગામી દિવસોમાં આ સંકટમાંથી ઝડપી બહાર આવી શકવાની અપેક્ષાએ ભારતીય શેરબજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ મોટું વેચાણ અટકાવીને શેરોમાં ફરી ખરીદી કરતાં બજારને જોઈતો ટેકો સાંપડયો છે.

શેરોમાં તેજીનું વ્યાપક તોફાન જોવાઈ રહ્યું છે, પરંતુ આ તેજીના તોફાનની સાથે શેરોમાં જોવાઈ રહેલી તેજીમાં અતિરેક થઈ રહ્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. આ તેજીમાં ઘણાં શેરોમાં ફંડો પોતાના પોર્ટફોલિયોમાં પડેલા શેરોને વેચીને હળવા થઈ રહ્યા છે. જેથી ઉછાળાને અનુસરવામાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકાના બોન્ડ યીલ્ડમાં વધઘટ અને કોરોનાની વૈશ્વિક અસર વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં અફડાતફડી પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૭.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૪.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૭૧૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૪૫૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૭૪૭ પોઈન્ટ થી ૧૪૭૭૭ પોઈન્ટ ૧૪૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૪.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૨૨૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૨૩૭૩ પોઈન્ટ થી ૩૨૪૭૪ પોઈન્ટ, ૩૨૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૬૨૫ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૦૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૪૪ થી રૂ.૧૬૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૧૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૫૨ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૪ થી રૂ.૯૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૭૦૯ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૨૨ થી રૂ.૭૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી ( ૫૨૫ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૭ થી રૂ.૫૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૪૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૩ થી રૂ.૧૪૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૨૩૦ ) :- રૂ.૧૨૬૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૦૮ થી રૂ.૧૧૬૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૩૨ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૨૬ થી રૂ.૯૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટીવીએસ મોટર ( ૬૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૮૮ થી રૂ.૫૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જિન્દાલ સ્ટીલ ( ૪૨૧ ) :- ૪૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૦૮ થી રૂ.૩૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular