Tuesday, March 19, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૬.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૨૩.૩૩ સામે ૫૨૫૬૮.૦૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૬૦૧.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૮૫.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧.૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૪૪.૪૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૯૨.૧૫ સામે ૧૫૭૫૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૪૬૫.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૮.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૨૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવા લાગતાં અને વેક્સિનેશન ઝડપી બનતાં અને લોકડાઉનમાંથી દેશ બહાર આવી રહ્યો હોવા સાથે હવે ચોમાસાની ધમાકેદાર શરૂઆત અને ચાલુ વર્ષે ચોમાસું દેશમાં સફળ રહેવાની હવામાન ખાતાની આગાહીને લઈ ભારતીય શેરબજારોમાં આજે ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગની તેજી કરી હતી. ફંડો દ્વારા ગઈકાલે વેચવાલી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓલ રાઉન્ડ ઓફલોડિંગ કર્યા બાદ આજે ઈન્ડેક્સ બેઝડ શોર્ટ કવરિંગ કર્યું હતું. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વધ્યામથાળે પ્રોફિટ બુકિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. પેટ્રોલ, ડિઝલના સતત વધતાં જતાં ભાવની નેગેટીવ અસર આગામી દિવસોમાં પડવાની ધારણા છતાં ચોમાસું સફળ રહેવાના અંદાજો અને એના થકી દેશમાં ફરી ગ્રામીણ માંગ નીકળવાની અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

કોરોના સક્રમણની બીજી લહેર ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવાથી આર્થિક મોરચે દેશ માટે અનેક પડકારો સામે આવવાની પૂરી શકયતા અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યાના નેગેટીવ પરિબળોને લઈ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ફરી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાની તૈયારીમાં હોવાના વડાપ્રધાનના સંકેત છતાં આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી કરી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૫૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૧ અને વધનારની સંખ્યા ૧૧૮૦ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી ભારત અને સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ગંભીર અસરોમાંથી પસાર થઇ રહ્યું છે જેની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ જ માઠી અસરો વર્તાઈ છે. મહામારીને અંકુશમાં લેવા માટે સરકારો દ્વારા લોકડાઉન સહિતના આકરા પગલાની જાહેરાતને પગલે લગભગ તમામ ઉદ્યોગોને જબરદસ્ત ફટકો પડયો હતો જે પછી ઔદ્યોગિક કામગીરીને પુનઃ ટ્રેક ઉપર લાવવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે સરકાર અને મધ્યસ્થ બેંક દ્વારા રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી અને હવે તેની સકારાત્મક અસરો પણ જોવા મળી રહી છે.

ચોમાસું દેશના અન્ય ભાગોમાં આગળ વધવાના અને મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના અહેવાલ સાથે ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાના અંદાજોએ આગામી સપ્તાહમાં ચોમાસાની પ્રગતિ પર નજર સાથે આગામી દિવસોમાં વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ તથા ક્રૂડ ઓઈલના ભાવો પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૧.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૮.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૭૭૭ પોઈન્ટ થી ૧૫૮૦૮ પોઈન્ટ ૧૫૮૩૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૭૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૮૦૮ પોઈન્ટ થી ૩૪૯૭૦ પોઈન્ટ, ૩૫૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૨૪૭૮ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૦૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૫૦૫ થી રૂ.૨૫૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાઇટન લિમિટેડ ( ૧૭૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૮૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૪૭ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૨૭ ) :- રૂ.૧૦૦૩ નો પ્રથમ તેમજ રૂ.૯૮૦ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૮૫ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૬૭૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૬ થી રૂ.૬૯૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૭૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૨૬ ) :- રૂ.૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૮૦૮ થી રૂ.૭૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૯૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૭૧૫ ) :- કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૯૬ થી રૂ.૬૮૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૭૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૨૬ થી રૂ.૬૧૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૫૫૪ ) :- ૫૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૪૦ થી રૂ.૫૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular