રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૧૧૫.૨૨ સામે ૫૧૩૮૧.૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૨૫૮.૬૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૦.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૭.૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૪૨૨.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૩૮૭.૧૫ સામે ૧૫૪૩૫.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૪૨૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૪૭૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
દેશમાં કોરોના સંક્રમણની બીજી અત્યંત ઘાતક લહેર નીવડી રહી હોવા સાથે સાથે હવે આ સંક્રમણ ધીમું પડી રહ્યાના કેટલાક અહેવાલ-આંકડા વચ્ચે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ફંડોએ શેરોમાં તેજી કરી હતી. કોરોના સંક્રમણથી દેશભરમાં લોકડાઉનની પરિસ્થતિમાં આર્થિક વ્યવહારો મોટાપાયે થંભી ગયા હોઈ એક તરફ આર્થિક સંકટ ઘેરાઈ રહ્યા સામે કેન્દ્ર સરકાર અને ઉદ્યોજકો દ્વારા રાહતના લેવાઈ રહેલાં સરાહનીય પગલાંની પોઝિટીવ અસર આજે બજાર પર જળવાઈ હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં મોટાપાયે ફરી ખરીદી ચાલુ કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૧૫૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૫૫૦૦ પોઈન્ટની સપાટી કુદવી હતી. દેશના માથે આવી પડેલા આ મહાસંકટની સાથે હવે કેન્દ્ર સરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી પૂરી શકયતાએ ફોરેનપોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં ખરીદી ચાલુ રહેતા સપ્તાહના અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું, જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, હેલ્થકેર, આઈટી, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેલિકોમ, ઓટો, બેન્કેક્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૯ અને વધનારની સંખ્યા ૧૪૩૩ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણના બીજા તબક્કામાં જનજીવન પર ગંભીર અસર થવા પામી છે. તેની સાથોસાથ દેશના વિવિધ રાજ્યોમાં અમલી બનેલ આકરા નિયમોના કારણે આર્થિક ગતિવિધીઓ રૂંધાતા અર્થતંત્રને પણ ફટકો પડયો છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સંજોગોના પગલે ભારતના માથે ‘જંક’ રેટિંગનો ખતરો ઉભો થયો છે. ગત વર્ષે વિવિધ એજન્સીઓ દ્વારા ભારતના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કરાયો હતો. હાલ રેટિંગ એજન્સીઓ ભારતની આર્થિક પરિસ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરીને ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી રહી.
કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આગામી દિવસોમાં આ સંક્રમણને રોકવામાં સફળતા મળવાના સંજોગોમાં બજારો પરનું જોખમ પણ હળવું થઈ શકે છે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસતિને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે. ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે, ત્યારે આગામી સપ્તાહમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના થઈ રહેલા રોકાણ પ્રવાહ પર નજર સાથે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
તા.૩૧.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૮.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૪૭૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૫૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૫૦૫ પોઈન્ટ થી ૧૫૫૭૫ પોઈન્ટ ૧૫૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૮.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૩૯૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૦૬ પોઈન્ટ થી ૩૫૭૩૭ પોઈન્ટ, ૩૫૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૭૦ ) :- કમર્શિયલ વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૯૭ થી રૂ.૧૨૧૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૦૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- રામકો સિમેન્ટ ( ૯૬૪ ) :- રૂ.૯૩૦ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૦૮ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૨૨ થી રૂ.૮૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અમરરાજા બેટરી ( ૭૪૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૭ થી રૂ.૭૮૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૩૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૦૬ ) :- રૂ.૧૦૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૯૦ થી રૂ.૯૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- અદાણી પોર્ટ ( ૭૮૧ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૬૬ થી રૂ.૭૫૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૭૭ થી રૂ.૬૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ટીવી ( ૫૪૯ ) :- ૫૭૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૮૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૨૭ થી રૂ.૫૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )