Monday, December 2, 2024
Homeરાષ્ટ્રીયકોંગ્રેસની સત્તા આવશે તો કાશ્મીરમાં ફરી કલમ 370 : દિગ્વિજયસિંહ

કોંગ્રેસની સત્તા આવશે તો કાશ્મીરમાં ફરી કલમ 370 : દિગ્વિજયસિંહ

- Advertisement -

કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો અધિકાર આપનાર આર્ટિકલ-370ને ખત્મ કર્યો હતો. ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવવાના નિર્ણય પર બોલી રહ્યાં છે. તેમના કથિત ઓડિયોમાં તે બોલી રહ્યાં છે કે અહીંથી જ્યારે આર્ટિકલ-370 હટાવવામાં આવી, ત્યારે લોકશાહીના મુલ્યોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત કાશ્મીરિયત પણ રાખવામાં આવી નથી. બધાને એક અધારુ ધરાવતા રૂમમાં પુરવામાં આવ્યા. જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ નિર્ણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટીકલ-370ને લાગુ કરીશું.
દિગ્વિજય દેશ-વિદેશના કેટલાક પત્રકારો સાથે વરચ્યુઅલી વાતો કરી રહ્યાં હતા. આ દરમિયાન પાકિસ્તાનના પત્રકાર શાહજેબ જિલ્લાનીએ કલમ-370 સાથે જોડાયેલો એક સવાલ કોંગ્રેસ જનરલ સેક્રેટરીને પૂછ્યો. જિલ્લાનીએ પૂછ્યું હતું કે જ્યારે હાલની સરકાર જશે અને ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા વડાપ્રધાન મળશે ત્યારે કાશ્મીર પર આગળનો રસ્તો શું હશે? મને ખ્યાલ છે કે હાલ ભારતમાં જે થઈ રહ્યું છે, તેના કારણે તે ખત્મ થવાની નજીક છે. જોકે આ એક એવો મુદ્દો છે, જે બંને દેશોની વચ્ચે આટલા લાંબા સમયથી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular