Friday, March 29, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લા માટે પડાણા ખાતેના પ્લાન્ટમાંથી ઓક્સિજનનો જથ્થો મળે તે માટે...

દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે પડાણા ખાતેના પ્લાન્ટમાંથી ઓક્સિજનનો જથ્થો મળે તે માટે વ્યવસ્થા કરાઈ

પ્રાંત અધિકારીના વડપણ હેઠળ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન છેલ્લા કેટલાક દિવસોથી વ્યાપક અછત સર્જાઈ છે. ખાસ કરીને જિલ્લાના ખંભાળિયામાં આવેલી સરકારી કોવિડ હોસ્પિટલને બાદ કરતાં ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને દાખલ કરવા તથા સાચવવાએ ખાનગી કોવિડ હોસ્પિટલના સંચાલકો માટે પડકારરૂપ બની રહ્યું છે.

- Advertisement -

જિલ્લામાં ઓક્સિજનના અભાવે સર્જાતી વિકટ પરિસ્થિતિ તથા ઓક્સિજન સિલિન્ડર મેળવવા લાંબી પ્રતીક્ષા કરાતા દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં જિલ્લાના ઓક્સિજન સપ્લાયના લાયઝન ઓફિસર અને પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ દ્વારા ખંભાળિયા- જામનગર માર્ગ પર પડાણા પાસે આવેલી આશાપુરા ગેસ કંપની સાથે સંકલન સાધી, જિલ્લામાં ઓક્સિજનનો પુરતો સપ્લાય મળે તે માટે આ જિલ્લાને પ્રાધાન્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ જિલ્લામાં મોટાભાગના ઓક્સિજનના ખાલી સિલિન્ડરનો પુરવઠો પૂર્ણ થઈ જાય તેવી પરિસ્થિતિ બાદ ઓક્સિજન વધતો સ્ટોક અન્ય સ્થળે મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

આ માટે ખંભાળિયાના ડીવાયએસપી સમીર સારડા દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી. જિલ્લા માટે તાકીદની અસરથી ઓક્સિજન માટેની કરવામાં આવેલી વ્યવસ્થા બાદ ઓક્સિજનના અભાવે દર્દીઓનું મોત નહીં નીપજે તેવું જોવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular