Homeરાજ્યહાલારપ્રૌઢાને કાકા-ભત્રીજાઓ દ્વારા ગાળો કાઢી પતાવી દેવાની ધમકી

પ્રૌઢાને કાકા-ભત્રીજાઓ દ્વારા ગાળો કાઢી પતાવી દેવાની ધમકી

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતાં પ્રૌઢાના ભત્રીજાએ મકાનનું તાળુ તોડી નાખ્યા બાબતે સમજાવવા જતાં પાંચ શખ્સોએ પ્રૌઢાને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં આવેલા જૂનાવાસમાં રહેતાં અને આંગણવાડીમાં નોકરી કરતાં મંજુબેન કારાભાઇ વારસકિયા (ઉ.વ.57) નામના પ્રૌઢાના પિતાની માલિકીના મકાનમાં પ્રૌઢાના ભત્રીજા મયુર ઉર્ફે રાજને મકાન પોતાના ભાઇ હસ્તક લેવા માટે તાળુ તોડી નાખ્યું હતું. જે બાબતે પ્રૌઢા ગત્ તા. 03ના રોજ સમજાવવા ગયા હતા. તે બાબતનો ખાર રાખી શ્યામ મેઘજી વારસકિયા, મયુર ઉર્ફે રાજન મેઘજી વારસકિયા, પ્રણવ રાજન વારસકિયા, બચુ દેવા વારસકિયા, રવજી બચુ વારસકિયા નામના પાંચ શખ્સોએ એકસંપ કરી પ્રૌઢ ફૈબાને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા હે.કો. આર. આર. જાડેજા તથા સ્ટાફે ફૈબાની ફરિયાદના આધારે ત્રણ ભત્રીજા સહિતના પાંચ શખ્સો વિરૂદ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular