દોઢીયા ફિલ્મસ પ્રોડકશન દ્વારા નિર્મિત કેસરીયો સંકટ મોચન ફિલ્મનું જામનગરમાં ગઇકાલે પ્રિમીયર શો યોજાયો હતો. જેમાં ફિલ્મના ડાયરેકટર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
ભગવાન બજરંગબલી પર આધારીત ફિલ્મ ‘કેસરીયો સંકટ મોચન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ભકત અને ભગવાન વચ્ચેના અતુટ સંબંધ પર આ ફિલ્મ આધારીત છે જેના પ્રોડયુશર હર્ષિલ દોઢીયા અને ડાયરેકટર રાજેશ પુંજાણી છે. આ ફિલ્મના પ્રિમીયર શોનું ગઇકાલે મેહુલ સિનેમેકસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મના ડાયરેકટરો, કલાકારો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. ને આ સાથે આમંત્રીત મહેમાનો પણ ઉપસ્થિત રહી ફિલ્મને નિહાળી હતી.
View this post on Instagram


